New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/dsds.jpg)
લાંબાગાળે બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં થયેલાં શાબેલધાર વરસાદથી માંકડા ગામનું તળાવ ફાટ્યું હતું જેના લીધે પાણી ગામમાં ઘુસી ગયા હતા પાણી ગામમાં ભરાતાં લોકોના જીવ પડીકે બધાંયા હતાં. ગામમાં કમરસમાં પાણી ભરાઈ જતાં લોકોને ઘરોમાં રહેવાની ફરજ પડી હતી જોકે નીચાણવાળા ઘરોમાં પાણી ફરી વળતાં લોકોને ઊંચાણ વાળા વિસ્તારમાં જવાની ફરજ પડી હતી. જોકે હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે ત્યારે બનાસકાંઠામાં સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે.