Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : સરહદી ગામડાઓના વિદ્યાર્થીઓ જીવ ને જોખમે મુસાફરી કરવા બન્યા મજબુર

બનાસકાંઠા : સરહદી ગામડાઓના વિદ્યાર્થીઓ જીવ ને જોખમે મુસાફરી કરવા બન્યા મજબુર
X

બનાસકાંઠાના સરહદી ગામડાઓમાં વિદ્યાર્થીઓ જીવને જોખમે મુસાફરી કરવા મજબુર બન્યા છે. એસટી તંત્રના વાંકે વિદ્યાર્થીઓ શાળાએ જવા ખાનગી વાહનોમાં જીવ જોખમમાં મૂકી મુસાફરી કરી મોડલ ગુજરાતના પાઠ ભણવા પોહચે છે.

બનાસકાંઠાના સરહદી એવા સુઈગામના લીંબુણી ગામનાં લોકો શાળાએ સમયસર જવા બસ સ્ટોપ પર આવે છે. પણ નઘરોળ એસટી તંત્ર દ્વારા બસોના ફળવાતા વિદ્યાર્થીઓ ખાનગી ટ્રેકટર જીપ કે અન્ય વાહનોનો સહારો લેવા મજબુર છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે અમારાં ગામમાં બસ આવતી જ નથી વારંવાર રજુઆત છતાં બેહરા તંત્ર સુધી અવાજ જતો નથી.

દરરોજના 100 થી વધુ અલગ અલગ ખાનગી વાહનોનો સહારો લઈ શાળાએ જાય છે. પરંતુ ચોમાસા અને વરસાદી સીઝનમાં તો ભારે તકલીફોનો સામનો કરવો પડે છે. વિદ્યાર્થીઓની માંગ છે કે સરકાર અમારાં ગામમાં શાળા આવવા જવાના સમયે બસ શરૂ કરે.

ત્યારે મોડલ ગુજરાતમાં એકતરફ મેટ્રો ટ્રેન શરૂ કરવાની વાત થઈ રહી છે પરંતુ ભારતનું ગ્રોથ એન્જીન ઘણાતાં ભારતના ભવિષ્ય સમાં શાળાએ જતા બાળકો માટે બસ સેવા ક્યારે શરૂ કરે છે.

Next Story
Share it