New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/1482740899-6117.jpg)
હાલના સમયમાં ઉત્તરપ્રદેશમાં વિદ્યાન સભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ઉત્તરપ્રદેશના પૂર્વ સીએમ માયાવતી ને જમીન કૌભાંડ મામલે નોટિસ અપાતા ફરી રાજકીય વાતાવરણ ગરમાયુ છે.
સંદીપ ભાટી નામના વ્યક્તિએ અરજી કરી હતી કે માયાવતીએ પોતાના શાસનકાળ દરમિયાન બાદલપુર ગામમાં ખેતીની 47433 વર્ગ મીટર જમીનને ગેરકાયદેસર રીતે હાઉસિંગ જમીનમાં ફેરવીને તેના ભાઈઓને આપી દીધી હતી.
સંદીપ ભાટીની અરજીને આધારે હાઇકોર્ટના જસ્ટિસ ડી.બી.ભોંસલે અને જસ્ટિસ યશવંત વર્માની બેન્ચે બસપા પ્રમુખ માયાવતી તેમજ તેમના પિતા પ્રભુ દયાલ અને ભાઈ આનંદકુમારને નોટિસ આપી હોવાનું જાણવા મળ્યુ છે.