વાયુ વાવાઝોડાની અસર અરવલ્લી જિલ્લામાં વર્તાઇ, શણગાલ ગામે મકાનોના છાપરા ઉડી ગયા

New Update
વાયુ વાવાઝોડાની અસર અરવલ્લી જિલ્લામાં વર્તાઇ, શણગાલ ગામે મકાનોના છાપરા ઉડી ગયા

વાયુ વાવાઝોડાની અસર અરવલ્લી જિલ્લામાં વર્તાઇ હતી. ગત મોડી સાંજ અરવલ્લીના બાયડ તાલુકાના શણગાલ ગામે વાવાઝોડાએ કહેર વર્તાવતા અનેક મકાનોના છાપરા ઉડી ગયા જ્યારે પચાસ થી વધારે વૃક્ષો ધરાશાયી થયાની ઘટનાઓ ઘટી છે.

શણગાલ ગામમાં આવવા જવાના તમામ રસ્તાઓ બંધ થયા અને વૃક્ષો ધરાશાયી થવાથી વીજળી પણ ગૂલ થઇ ગઇ છે. મોટા ભાગના વીજ પોલ ભારે પવનને કારણે જમીનદોસ્ત થઇ ગયા હતા. વીજળી ન હોવાને કારણે ગ્રામજનોને પાણીની પણ સમસ્યાઓ સર્જાઈ હતી. સ્થાનિક લોકોનું માનીએ તો કુદરતી હોનારત બાદ તંત્ર કે સત્તાધિશો દ્વારા કોઇપણ પ્રકારની મુલાકાત કરાઈ નથી જેને કારણે ગ્રામજનોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે મોડે મોડે તંત્ર જાગ્યુ અને આર એન્ડ બી વિભાગ, સર્વેયર ટીમ, તલાટી સર્વેયર ટીમ તથા ટી. ડી. ઓ તાબડતોબ દોડી આવી ગામમાં થયેલી તારાજી અંગે નિરીક્ષણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Latest Stories