બીજી મા સિનેમા : ‘ડેડી’ ‘આઈ લવ યુ’ ગ્રિટીંગ કાર્ડ દીકરીએ નિરક્ષર બાપને આપ્યું.

New Update
બીજી  મા  સિનેમા : ‘ડેડી’ ‘આઈ લવ યુ’ ગ્રિટીંગ કાર્ડ દીકરીએ નિરક્ષર બાપને આપ્યું.

પ્રોબ્લેમ આર્થિક હોય કે કૌટુંબિક એને ઉકેલવાના બદલે ગેરકાનૂની રસ્તો અપનાવો અને એનો ઢાંક પિછોડો કરવા સોસાયટીમાં ગોડફાધર બનીને ફરશો તો એક દિવસ એનો અંજામ જેલ જ છે.

જન્મટીપ કે ફાંસીની સજા થશે જ ! ચાલબાજ હશો દેશ છોડી ભાગવું પડશે, ઇન્ટરપોલ શોધશે એ વાત નક્કી સમજજો ‘ડેડી’ ફિલ્મ જોઈ. અરૂણ ગવલી નક્કી સમજજો મારાથી પરિવારનો યુવાન. ભારત તને શોધી રહી છે તે ‘ડોન’ સાથે ભીડાય અને અંતે લેડી ન્યાયાધીશ એને જન્મટીપની સજા ફરમાવે અરૂણ ગવલી વિધાનસભાની પોખલી વિસ્તારમાંથી ચૂંટાઈને આવેલો ધારાસભ્ય છે. લોકસમર્થન ગમે તેટલું તમારા પક્ષે હોય પણ અંતે તો સત્યનો વિજય છે એવો સંદેશ આપતી ફિલ્મ ‘ડેડી’.

મોહમથી મુંબઈમાં રહેતા,એની ‘સેટર ડે નાઈટ’થી પરિચિતને આ ફિલ્મ ગમશે જ !

હજુ પણ હિન્દી ફિલ્મ દિગ્દર્શકમાં એ હિંમત નથી કે ‘ડોન’નું નામ લખી એનો લાજવાબ અભિનય કરતા ફરહાન ખાનનું નામ બેક ટાઈટલમાં લખે,માત્ર ફિલ્મના પ્રારંભે ‘વી આર થેન્ક ફૂલ ટુ’માં ફરહાન અખ્તર નામ ઝડપથી આવી જતું રહે.

દિગ્દર્શક અસીમ અહલુવાલિયા,’ડેડી’ની પટકથા અર્જુન રામપાલ અને અસીમ અહલુવાલિયા તૈયાર કરી.રીતેશ શાહ એક શબ્દ,એક લીટીમાં સંવાદ લખ્યા.વિધાનસભામાં અને કોર્ટમાં હું ગેંગસ્ટર હતો હવે સુધરવા માંગું છું,ત્યારે તમે મને જબરજસ્તી ગેરમાર્ગે જવા માનસિક અને પારિવારિક દબાણ કરો છો.ફિલ્મના આ દ્રશ્યો ખુબજ અસરકારક રીતે ફિલ્માંકન થયા છે.

‘કેદી સુધારણા અભિયાન’ ચાલે છે, જયારે કોઈ ગુન્હાની સજા પૂરી કરી જેલમાંથી કેદી સમાજમાં પાછો ફરે,ત્યારે સમાજ એને સ્વીકારી લેવાને બદલે,તું તો ખૂની હતો,બળાત્કારી હતો એમ કહીને હડધૂત કરે છે જિંદગીભર કાળી ટીલી લઈને ફરવું પડે છે.

ઈન્સપેક્ટર વિજયકર નીતિમ અભિનેતા નિશીકાંત કામત,અરૂણ ગવલી જેવા ગેંગસ્ટરનું એન્કાઉન્ટર કરવા એની હરોળના ગેંગસ્ટરના પ્યાદાઓનો ઉપયોગ કરવામાં માહિર.ગેંગસ્ટર એની શૂટર ગેંગમાં ભરતી કરે ત્યારે ભાવિ શૂટર બીજા વિસ્તારનો નથી,બીજી ગેંગનો ખબરી નથી તેની ચોકસાઈ કરે અને જો ખબર પડે કે’દગડી ચાલ’ની ગેંગમાં’ધારાવી’કે લોખંડવાલા’વિસ્તારનો કોઈ છે તો ખબર પડતાની સાથે જ એને પાણીચું આપી દે અને જે એને લાવ્યો હોય તેનું તો આવી જ બન્યું.

રામા નાયકનું માત્ર રાજેશ શ્રીગાપોરે,બાબુ રેશ્મીનું પાત્ર આનંદ ઇગલે,સદાનું પાત્ર શ્રીકાંત યાદવે પેમ્ફલેટ બન્ડ્યા-દીપક દામલે રફીકનું પાત્ર-રાય અર્જુન સલીમ ગુરદા-વિજય સનાપ આ નામો ગેંગસ્ટરની ગેંગમાં કામ કરતા વફાદાર સૈનિકોના છે,જેમને પોલીસ ક્યાં તો બીજો ગેંગસ્ટર એન્કાઉન્ટર કરવા અથવા પોઈન્ટ બ્લેન્ક શૂટ કરવા શામ,દામ,દંડ,ભેદની નીતિ અપનાવી મજબૂર કરતી હોય છે.

ડેડી ફિલ્મમાં લોકશાહીની ચારેય જાગીરની વાત વણી લેવામાં આવી છે,ફસ્ટ જે ક્ષણે ભાઈલોગની પકડ ઓકે થાય,ગેમ ઓફ પાવરમાં અંજામ મોત,પૂરે ‘મુંબઈને દંગા ફસાદ હો,બોમ્બે બ્લાસ્ટ હો,લેકિન હમારે ઇલાકે મેં હિન્દૂ-મુસ્લિમ કે બીચ મેં કોઈ ઝગડા નહીં હોના ચાહિયે’અરૂણ ગવલી આ સંવાદ બોલે ત્યારે અન્ડર વર્લ્ડમાં અંદરોઅંદર કોમી એકતાના દર્શન થાય.

પછીના દ્રશ્યમાં કોમી રમખાણ કે બોમ્બ બ્લાસ્ટ પછી પિડીતોને બે ટંકનું ભોજન કરાવતી અને અભિવાદન ઝીલતી આશા ગવલી ઐશ્વર્યા રાજેશ અભિનેત્રી નજરે પડે એની સાથે એની દીકરી પણ.

ગેંગસ્ટરની પત્ની,માશુકા કે ગેંગસ્ટરના દોસ્તની માશુકાના પાત્રમાં રાજા અભિનેત્રી શ્રુતિ બાપના,હિલ્ડા અભિનેત્રી અનુપ્રિયા ગાયેન્કા એકેએકનાં અભિનયને સલામ !

મહારાષ્ટ્ર કે મુંબઈ હોય ગણેશ ચર્તુથી અને ઈદે મિલાદ આબે તહેવારની ઉજવણી હોય જ રત્નાગીરીમાં અરૂણ ગવલી સપરિવાર શ્રીગણેશ પૂજન મનાવે,આજથી બે કે ત્રણ દાયકા પહેલા તે વખતના ફિલ્માંકન થયેલા દ્રશ્યો સુપર્બ છે.

જાહેરમાં ગેંગસ્ટર આવે ત્યારે શાર્પશૂટરએને મારવા કારસો રચે અને ગેંગસ્ટર કેવી રીતે બચે એનું ફિલ્માંકન લાજવાબ.

ગેંગસ્ટરના જીવન પર આધારીત ફિલ્મ જોવાની ગમતી હોય તો જરૂર જોજો નહિતર મહાત્મા ગાંધીની ‘સત્યના પ્રયોગો’ ફરી વાંચજો.

અરૂણ ગવલીને મુસ્લિમ યુવતી સાથે પ્રેમ થાય.ભાગીને લગ્ન કરે ગેરકાનૂની કામ બંધ કરી દેવા પત્ની વારંવાર સમજાવે.આશા ગવલી સગર્ભા બને.દીકરી અવતરે.ગવલી જેલમાં જાય સજા પૂરી કરી પાછો ફરે ને ગેંગસ્ટરમાંથી નેતા બની જાય.એ સભામાં દીકરી પપ્પાના હાથમાં ગ્રિટીંગ કાર્ડ મૂકે.અરૂણ ગવલી દીકરીને કહે,મને તો વાંચતા આવડતું નથી,તું વાંચીને સંભળાવ તે શું લખ્યું છે ? એ દીકરી કાર્ડમાં લખ્યું હતું daddy,I love you,અને ત્યાં હાજર રહેલા સેંકડો લોકો પોકારે ડેડી,ડેડી..