/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/02/M_Id_472744_Narendra_Modi.jpg)
પીએમ મોદીએ યુપીના જલૌન જિલ્લામાં એક સભા યોજી હતી.જેમાં મોદીએ જણાવ્યુ હતુ કે યુપીનું સૌથી બેકવર્ડ પ્રદેશ બુંદેલખંડને ગુજરાતના કચ્છની જેમ ડેવલપ કરવામાં આવશે.
મોદીએ સભાને સંબોધતા કહ્યુ હતુ કે કોંગ્રેસ , એસપી અને બીએસપીએ તેમના શાસનકાળ દરમિયાન બુંદેલખંડના વિકાસ પર ધ્યાન આપ્યુ નથી અને જો યુપીમાં બીજેપીની સરકાર બનશે તો છેલ્લા સાત દાયકા માં જે વિકાસ નથી થયો એ પાંચ વર્ષમાં જોવા મળશે.
મોદીએ કચ્છ વિષે જણાવતા કહ્યુ હતુ કે આજથી 20 વર્ષ પહેલા કચ્છની પણ આ હાલત હતી કે જ્યાં સરકારી લોકોને મોકલવામાં આવે તો તેમને કાલાપાણીની સજા જેવુ લાગતુ હતુ પણ ત્યાંના ભૂકંપ બાદ અમારી સરકારે તેના વિકાસનું કામ શરુ કર્યું અને આજે તેની કંઈક અલગ જ છબી છે.
તેમજ જે લોકો એમ માનતા હોય કે બુંદેલખંડમાં કઈ થઇ શકે એમ નથી પણ તે આ રાજ્યનું નંબર 1 સ્થળ પણ થઇ શકે છે અને તેના માટે પરિવર્તનની જરૂર છે તેમ જણાવીને એસપી , કોંગ્રેસ અને બીએસપી પર આકરા વાક્બાણ છોડયા હતા.