Connect Gujarat

બોલીવુડ વિલન પર રાજસ્થાનમાં થયો હુમલો

બોલીવુડ વિલન પર રાજસ્થાનમાં થયો હુમલો
X

બોલીવુડ ફિલ્મના કલાકાર જીતુ વર્મા પર રાજસ્થાનમાં હુમલો થયો હતો. આ ઘટના ચિતૌડઘઢ પાસે બની હતી, અને આ હુમલો એટલો ખતરનાક હતો કે તેમાં ઈજાગ્રસ્ત જીતુ વર્માની આંખને નુક્શાન પહોંચ્યુ હોવાનું જાણવા મળ્યુ છે.

એક્ટર જીતુ વર્મા ફિલ્મ બોડીગાર્ડ, સોલ્જર જેવી ફિલ્મમાં પણ કામ કરી ચુક્યા છે, સૂત્ર અનુસાર જાણવા મળ્યુ હતુ કે જીતુ વર્મા માઉન્ટ આબુ થી જયપુર પોતાની ગાડીમાં જઈ રહ્યા હતા, ત્યાં ચિતોડઘઢ થી 40 કિલો મીટર જંગલના રસ્તા પર કેટલાક અજાણ્યા શખ્સોએ તેમની ગાડી પર પથ્થર ફેંક્યા હતા, જેમાં એક પથ્થર તેમની આંખ પર વાગ્યો હતો અને તે ઘાયલ થયા હતા.

જીતુ વર્મા ઉદેપુર એરપોર્ટ પર થી ફલાઇટ પકડી ને મુંબઈ આવ્યા હતા,મુંબઈ આવતા આંખ પર પથ્થર વાગવાથી તે વધારે સિરિયસ થઈ ગયા અને તેમને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા હતા.

જાણકારી મળ્યા મુજબ જીતુ વર્મા ની આંખની ઉપર ફેક્ચર થયુ હતુ અને તેમાં 8 જેટલા ટાકા લગાવામાં આવ્યા છે. આ હુમલો અજાણ્યા સખ્શો દ્વારા લૂંટફાટ ના ઇરાદે કરવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યુ છે.

Next Story
Share it