Top
Connect Gujarat

બોલીવૂડના હિમેન ધર્મેન્દ્રને રાજ કપૂર જીવન ગૌરવ પુરસ્કાર

બોલીવૂડના હિમેન ધર્મેન્દ્રને રાજ કપૂર જીવન ગૌરવ પુરસ્કાર
X

હિન્દી ફિલ્મોમાં પાંચ દાયકાથી વધુ પ્રદીધં કારકીર્દી દરમિયાન અનેક ફિલ્મોમાં વિવિધ ભૂમિકા ભજવી ચૂકેલા અને હિમેનનું બિરુદ મેળવનારા પીઢ અભિનેતા ધર્મેન્દ્રને મહારાષ્ટ્ર સરકારે જીવન ગૌરવ પુરસ્કારથી નવાજવાનો નિર્ણય લીધો છે. જ્યારે સુપ્રસિદ્ધ દિગ્દર્શક તેમ જ મુન્નાભાઈ ફિલ્મની સીરીઝના રાજકુમાર હિરાણીને રાજ કપૂર વિશેષ યોગદાન પુરસ્કાર આપવામાં આવશે.

રાજ્ય શાસન તરફથી આયોજિત મરાઠી ફિલ્મ મહોત્સવમાં મરાઠી અને હિન્દી ફિલ્મોના અભિનેતા, અભિનેત્રી, દિગ્દર્શક સહિત વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય એવાને ફિલ્મસર્જક વી. શાંતારામ જીવન ગૌરવ અને વિશેષ યોગદાન પુરસ્કાર તેમ જ રાજ કપૂર જીવન ગૌરવ અને રાજ કપૂર વિશેષ યોગદાન પુરસ્કારથી સન્માનિત કરાય છે. જીવન ગૌરવ પુરસ્કારમાં પાંચ લાખ રૃપિયા અને વિશેષ યોગદાન પુરસ્કારમાં ત્રણ લાખ રૃપિયા આપવામાં આવે છે. આ વર્ષે ૫૫માં રાજ્ય મરાઠી ફિલ્મ મહોત્સવ પુરસ્કારના ઉપરોક્ત નામ આજે પ્રધાન વિનોદ તાવડેએ જાહેર કર્યા હતા.

વર્ષ ૧૯૬૦થી ૧૯૮૦ના દસકામાં સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવનારા હિમેન તરીકે બિરુદ મેળવનારા રાજકપૂર જીવન ગૌરવ પુરસ્કાર માટે પસંદ કરાયેલા અભિનેતા ધર્મેન્દ્રએ ૧૯૬૦માં અભિનય ક્ષેત્રમાં પર્દાપણ કર્યું હતું. ૨૫૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

Next Story
Share it