New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/CYMERA_20170913_111756.jpg)
ભાવનગર ખાતે યોજાયેલ રાજયકક્ષાની ગિટાર સ્પર્ધામાં ભરૂચ જિલ્લાના હર્ષલ સોલંકીએ તૃતીય ક્રમાંક હાંસલ કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે.
ભારતીય વિદ્યા ભવન નર્મદા વિદ્યાલય જીએનએફસી ભરુચમાં ધોરણ 12માં અભ્યાસ કરતો સોલંકી હર્ષલ સુરેશકુમારને નાનપણથી ગિટાર વાદનનો ખૂબ શોખ છે.
તેના પરિવારે પણ હર્ષલનાં આ શોખને પ્રોત્સાહન આપી દરેક ઇવેન્ટમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યો હતો.
હાલમાં 2017નાં કલા માહાકુંભમાં જિલ્લા કક્ષા અને ઝોન કક્ષાની ગિટાર સ્પર્ધામાં 11 થી 20 વર્ષની વયજૂથમાં પ્રથમ ક્રમાંકે આવતા તેના જુસ્સામાં વધારો થયો હતો.
જેથી હર્ષલે ભાવનગર ખાતે રાજ્યની સ્પર્ધામાં ભાગ લઈ તૃતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેને ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં હસ્તે પ્રશસ્થિ પત્ર અને ઈનામ આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો.