ભરૂચનાં કાસદ ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે ગુટખા બનાવવાનું કારખાનું ઝડપાયું

New Update
ભરૂચનાં કાસદ ગામ ખાતેથી ગેરકાયદેસર રીતે ગુટખા બનાવવાનું કારખાનું ઝડપાયું

ભરૂચ તાલુકાનાં કાસદ ગામ ખાતે થી ગેરકાયદેસર રીતે ગુટખા બનાવવાનું એક કારખાનું એલસીબી પોલીસે ઝડપી પાડયું હતુ, અને પોલીસે કારખાનાનાં માલિકની ધરપકડ કરીને ગુટખા બનાવવાનાં રો મટીરીયલ, આયશર ટેમ્પો સહિત અન્ય સામન મળીને કુલ રૂપિયા 36 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ભરૂચ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ તાલુકાનાં કાસદ ગામનાં મુખ્ય રસ્તા પર આવેલ સૈયદ બાપુ કબ્રસ્તાનની સામે મન્સૂરી ફળિયામાં રોડ ઉપર આવેલ સમદ ઇસ્માઇલ મન્સુરીના મકાનમાં જાહિદ ઉર્ફે બાબુ અબ્દુલ રહેમાન ખત્રી ગેરકાયદેસર ગુટખા બનાવવાની ફેક્ટરી ચલાવે છે. જે બાતમીના આધારે પોલીસે રેડ કરીને બનાવટી ગુટખા બનાવવાનું કૌભાંડ ઝડપી પાડયુ હતુ.publive-imageભરૂચ એલસીબી પોલીસે ગેરકાયદેસર રીતે ગુટખા બનાવનાર કારખાનાનાં માલિક જાહિદ ઉર્ફે બાબુ અબ્દુલ રહેમાન ખત્રી રહેવાશી અમરદિપ સોસાયટી, GEB પાછળ અંકલેશ્વર અને મૂળ રહેવાશી ગોરેગાંવ મુંબઈનાઓ ની ધરપકડ કરી હતી, અને ગુટખા બનાવવાની મશીનરી, રો મટીરીયલ, કંતાનનાં કોથળા, રેપરના રોલનો જથ્થો, આયશર ટેમ્પો, કે.કે. બ્રાન્ડ ગુટખાનો જથ્થો પોલીસે આ તમામ ચીજ વસ્તુઓ મળીને કુલ રૂપિયા 36, 41, 640 નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથધરી છે.

ઉલ્લેખનીય છે કે જૂન 2017માં પણ જાહિદ ઉર્ફે બાબુ અબ્દુલ રહેમાનની પોલીસે બનાવટી ગુટખા બનાવવાનાં કૌભાંડમાં ધરપકડ કરી હતી.

Read the Next Article

અમદાવાદમાં રફતારના કહેરે વધુ બેનો ભોગ લીધો, શિવરંજની પાસે કારે એક્ટિવાને મારી ટક્કર

શિવરંજની પાસે કારે  એક્ટિવાને ઠોકર મારતા, એક્ટિવામાં સવાર  બે લોકોના મોત થયા હતા. આ ઘટના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે સર્જાઇ હતી

New Update
accident

અમદાવાદમાં રફતારના કહેરે વધુ બેનો ભોગ લીધો છે.

શિવરંજની પાસે કારે  એક્ટિવાને ઠોકર મારતા, એક્ટિવામાં સવાર  બે લોકોના મોત થયા હતા. આ ઘટના ઝાંસીની રાણી BRTS બસ સ્ટેન્ડ પાસે સર્જાઇ હતી.  

મૃતકોના ઓળખ અશફાક અજમેરી અને અક્રમ કુરેશી તરીકે થઇ છે. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયા હતા.