ભરૂચના ઝઘડિયા તાલુકાના ક્રશ્નપરી ગામે એક વૃદ્ધ ઉપર દીપડાએ કર્યો હુમલો

New Update
ભરૂચઃ ભેરસમ ગામે 4 બાળકો છોડના બી ખાઈ જતા થઈ ઝેરી અસર

ભરૂચ જિલ્લાના અંતર્યાળ ગામોમાં દીપડાના હુમલાઓના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા હોય છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ક્રશ્નપરી ગામે રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ અદેસંગ વસાવા આજરોજ સવારે ૯ કલાકે પોતાના રોજિંદા દિનક્રમ પ્રમાણે ખેતર ગયા હતા.

publive-image

ખેતરમાં તેઓ પોતાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન અચાનક એક દીપડાએ તેમના ઉપર હુમલો કર્યો હતો. અચાનક થયેલા દીપડાના હુમલામાં અદેસંગ વસાવાને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોચી હતી. ઇજાઓના કારણે અદેસંગ વસાવાએ બૂમરાણ મચાવતા આજુબાજુના ખેતરમાં કામ કરી રહેલ લોકો પણ દોડી આવ્યા હતા. આ લોકટોળાને જોઈ દીપડો ત્યાંથી નાસી છૂટ્યો હતો. દીપડાના હૂમલાથી ગંભીર રીતે ઘવાયેલા અદેસંગ વસાવાને સૌપ્રથમ સારવાર અર્થે અવિધાના પી.એચ.સી. સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબ દ્વારા સારવાર કરાયા બાદ તેઓને વધુ સારવાર મળી રહે તે માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા.