/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/03/vlcsnap-2018-03-31-12h27m29s128.png)
સોશ્યલ મીડિયા પર મૂર્તિ ચોરીના મેસેજ પર પોલીસ દોડતી સ્થળ પર રહેલા સિ સિ ફૂટેજ પોલીસે કબજે લીધા. 30 થી 35 કિલો ની પ્રતિમા ઉઠાવનાર કોણ ????
ભરૂચના સ્ટેશન રોડ પરની નવલખાની ચાલમાં આવેલમાં નુ ઘર મંદિર માંથી વિશાળ આરસ પારસની માં અંબાની પ્રતિમાની ચોરી થતા સ્થાનિકો એ મીડિયા સમક્ષ રોસ વ્યક્ત કરી પોલીસ પેટ્રોલીંગ ની માંગ કરી છે.
હાલમાં ચાલી રહેલ ચૈતર માસમાં માતાજીની પૂજા અર્ચના કરવાનો મહિમા રહેલો છે ત્યારે આજ અંબાજીની પથ્થરની કે જેનું કંઈજ કામ ન લાગે તે પ્રતિમાની ચોરી થતા પ્રતિમા ના સોના ની, ના ચાંદી ની, નતો પિત્તળ ની હોવા છતાં માત્ર પથ્થર ની અને તે પણ 30 થી 35 કિલો વજન ધરાવતી પ્રતિમા કોઈ અસામાજિક તત્વ ચોરી જતા હિન્દૂ સમાજના ભક્તો માં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
જો કે મંદિરમાંથી પ્રતિમાની ચોરી ગત રોજ બપોરના સમયે થતા સ્થાનિક લોકો એ આસ પાસ પ્રતિમા શોધવાના પ્રયાસ કર્યા હતા જોકે મોડી રાત્રી સુધી પ્રતિમા ની શોધખોળ કર્યા બાદ પણ પ્રતિમા ન મળી આવતા મંદિરના સંચાલકો એ માતાજી ની પ્રતિમા નો ફોટો ફેશબુક ઉપર મૂકી પ્રતિમા ને પરત મૂકી જવા માટે નો મેસેજ મુક્યો હતો જોકે વહેલી સવાર સુધી માતાજીની પ્રતિમાનો કોઈ અત્તોપત્તો ન લાગતા સ્થાનિકો એ મીડિયાનો સહારો લેવાની જરૂર પડી હતી. જોકે પોલીસ એ સ્થળ ઉપર રહેલા CCTV ફૂટેજ કબજે મેળવી માતાજી ની પ્રતિમા ચોરી કરનાર ચોર ને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે મંદિર નજીક રહેતા વિશ્વ હિન્દુ પરિસદના આગેવાનના ઘર નજીક જ મંદિર માંથીજ માતાજી ની પ્રતિમાની ચોરી થતા હિંદુત્વ માં રોષ ની લાગણી જોવા મળી હતી. જોકે માતાજી ની પ્રતિમા ચોરી વિશ્વ હિન્દુ પરિસદ ને આંદોલન કરવા ની જરૂર ન પડે તે માટે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે