New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/945459f1-4b40-47d6-b86f-2ab8fd468a83-copy.jpg)
સવારે સ્કૂલ જતી વખત સર્જાઈ હતી ઘટના
મળતી માહિતી મુજબ ગુરુવાર સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રકની અડફેટે એક વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું .
વિદ્યાર્થીનીનું નામ નિશાબેન ઝહરુદ્દીન મન્સૂરી, ઉ.વ. 18, જે મુન્શી સ્કૂલમાં ધોરણ ૧૨ માં અભ્યાસ કરતી હતી. શાળાએ જતી વખત પુરઝડપે ટ્રક આવતા વિદ્યાર્થીની પર ફરી વળતા મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ ટ્રક ચાલક ટ્રક ઘટના સ્થળે જ મૂકી ને ફરાર થઇ ગયો હતો .
મૃતદેહ પી.એમ. અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો .