Connect Gujarat
ગુજરાત

ભરૂચ:પત્ની અને બાળકો સાથે પિકનિક મનાવવા દેવઘાટ ગયેલા ઋત્વીક ઈંટવાલાનું સેલ્ફીના ચક્કરમાં ડૂબી જતાંમોત

ભરૂચ:પત્ની અને બાળકો સાથે પિકનિક મનાવવા દેવઘાટ ગયેલા ઋત્વીક ઈંટવાલાનું સેલ્ફીના ચક્કરમાં ડૂબી જતાંમોત
X

ઉમરપાડાના દેવઘાટ પ્રવાસનને કેન્દ્ર ખાતે પરિવાર સાથે પિકનિકનો આનંદ માણવા આવેલા ભરૂચના ૩૬ વર્ષીય પીડબલ્યુડીનાસરકારી કોન્ટ્રાક્ટરનુંદેવઘાટના ધોધ ઉપર સેલ્ફી લેવા જતાં પગ લપસી જતાં ઉંડા પાણીમાં ડૂબી ગયો હતો. પરિવારના સભ્યોની નજર સામે જ કરૂણ મોત થવાથી પત્ની, નાના બાળકો સહિતનો સમગ્ર પરિવાર હૈયાફાટ રૂદન આક્રંદથી શોકમાં ગરકાવ થયો હતો.

ઘટના અંગે પ્રાપ્ત થતી માહિત અનુસાર ઉમરપાડાના દેવઘાટ પ્રવાસ કેન્દ્ર ખાતે પીડબલ્યુડીનાસરકારી કોન્ટ્રાક્ટરઋત્વીકભાઈ રમેશચંદ્ર ઈટવાલા (પ્રજાપતિ) (૩૬) (રહે. બંગલો નં ૮, દેવ દર્શન સોસાયટી, ભરૂચ) નાઓ પોતાની પત્ની કિર્તીબહેન ઈંટવાલા (૩૩), પુત્રી ભવ્યા (૯), પુત્ર રૂદ્ર (૪) તેમજ ઋત્વીકભાઈના મામા-મામી અને તેમના બે પુત્રો સહિત બે ફેમીલી ભરૂચથી અલગ અલગ કારમાં દેવઘાટ પ્રવાસ કેન્દ્ર ઉમરપાડા દીવતણ ખાતે આવ્યા હતાં. બંને પરિવારે દેવઘાટના કુદરતી સૌદર્યની મજા માણી હતી. આ સમયે ઋત્વીકભાઈ દેવઘાટ ધોધ પર સેલ્ફી લેવા સાઈડ ઉપર જતો હતો. ત્યારે વન વિભાગના કર્મચારીએ તેને અટકાવ્યો હતો પંરતુ સૂચનાનો અનાદર કરી ઋત્વીક ધોધની જોખમી સાઈડ પર ચઢીને સેલ્ફી લેવા ગયો હતો.

ધોધના લીલવાળા ચીકણા પથ્થર પરથી ઋત્વીકનો પગ લપસી જતાં તે કિંઘાટ ધોધ ઉપરથી પડતાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઘટના અનેક સહેલાણીઓની ઉપસ્થિતિમાં થઈ હતી. બચાવો બચાવોના બૂમા પાડતાં સ્થાનિક બે ત્રણ તરવૈયાઓ ઋત્વીકને બચાવવા પાણીમાં કૂદી પડ્યા હતાં. આ સમયે ગભરાય ગયેલા ઋત્વીકે તરવૈયા અમરસિંગ વસાવાને બાથભીડી લેતા તરવૈયો પણ ડૂબવા લાગ્યો હતો અને તરવૈયાએ યેનકેન પ્રકારે પોતાનો જીવ બચાવવા સફળ રહ્યો હતો. પરંતુ ઋત્વીક 20 ફૂટ ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોતને ભેટ્યો હતો.

પરિવારના સભ્યોની સામે જ કરૂણ ઘટના બનતાં પત્ની- બાળકો હૈયા હચમચાવી દે તેવા રૂદન કરતાં વાતાવરણ ગમગીન બની ગયું હતું. ઉંડા ધોધમાંથી ઋત્વીકનો મૃતદેહ ન મળતાં બારડોલી ફાયર બ્રીગેડની ટીમને બોલાવવામાં આવી હતી. મૃતદેહ ન મળતાં તાલુકા મામલતદાર, પોસઈ ઉમરપાડા તેમજ વનવિભાગના આરએફઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. અને સ્થાનિક તરવૈયાઓની ટીમને કામે લગાડતાં લોખંડના હુક વાળી રીંગ દોરડા સાથે બાંધી પાણીમાં નાંખતાં ગત રોજ પથ્થરોની વચ્ચે ફસાયેલ ઋત્વીકનો મૃતદેહ મળી આવ્યો હતો.

Next Story
Share it