ભરૂચમાં ભાગવત અને રામકથા સાથે લોકડાયરાનું ધર્મભીનું આયોજન

New Update
ભરૂચમાં ભાગવત અને રામકથા સાથે લોકડાયરાનું ધર્મભીનું આયોજન

ભરૂચનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર સનાતન ધર્મ પરિવાર દ્વારા આયોજિત ભક્તિરસનાં ત્રિવેણી સંગમ સમા શ્રી ભાગવત અને રામકથા તથા લોકડાયરાનું ધર્મભીનું આયોજન કરવામાં આવ્યુ છે.

ભરૂચ શહેરનાં હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે તારીખ 24મી ડિસેમ્બર થી 30મી ડિસેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત કથા તથા 31મી ડિસેમ્બર થી 8મી જાન્યુઆરી દરમિયાન શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે.

ધર્મભીના પ્રસંગનાં અંતિમ દિવસે 8મી જાન્યુઆરીની રાત્રીએ ગુજરાતનાં સુપ્રસિદ્ધ લોકગાયકો માયાભાઇ આહિર , અને કમલેશ બારોટનાં ભક્તિરસ સભર લોકડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

આ ભક્તિરસનાં ત્રિવેણી સંગમનાં રસમાં ધર્મપ્રેમી જનતાને તરબોળ થવા માટે સનાતન ધર્મ પરિવારનાં ગાદી પતિ સંત શ્રી સોમદાસ બાપુ અને સામાજિક કાર્યકર ધનજીભાઈ પરમાર દ્વારા આમંત્રણ પાઠવામાં આવ્યુ છે.

Latest Stories