ભરૂચમાં રેવા રાઈડર્સ વુમન્સ ગ્રુપ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત બાઈક રેલી યોજાઈ 

New Update
ભરૂચમાં રેવા રાઈડર્સ વુમન્સ ગ્રુપ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત બાઈક રેલી યોજાઈ 

ભરૂચ ની રેવા રાઈડર્સ વુમન્સ ગ્રુપ દ્વારા યુનિટી ઓફ ભરૂચ અને વર્ક ટુ હેલ્પ સંસ્થા ના સહયોગ થી બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત બાઈક રેલીનું આયોજન તારીખ 14મી ઓગષ્ટ રવિવાર ના રોજ કરવામાં આવ્યુ હતુ.

b3

આ પ્રસંગે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંત પટેલ,રમત ગમત અધિકારી શ્યામુ પાંડોર,બીટીઈટી ના પ્રમુખ અનીશ પરીખ,અને સંસ્કાર ભારતી ટ્રસ્ટના પુષ્પાબહેન પટેલ સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહીને મશાલ સળગાવીને રેલીને લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યુ હતુ.

b2

b4

આ બાઈકર્સ રેલીમાં 75 જેટલા બાઈકર્સ જોડાયા હતા,અને ABC સર્કલ પરથી બાઈક રેલી નીકળી ને શહેર ના વિવિધ વિસ્તારો માં ફરી હતી અને લોકો માં બેટી બચાવો બેટી પઢાઓ અંગે જાગૃતતા લાવવા ના પ્રયાસો કર્યા હતા.