ભરૂચમાં સાગી લાકડાના બારી દરવાજા ચોરી કરનાર ત્રણ ઝડપાયા

New Update
ભરૂચમાં સાગી લાકડાના બારી દરવાજા ચોરી કરનાર ત્રણ ઝડપાયા

ભરૂચ શહેરના પખાલીવાડ ખાતે સાગી લાકડાના બારી દરવાજાની ચોરી થઇ હતી. જે ઘટનાની પોલીસે ફરિયાદ દર્જ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

ભરૂચ શહેરની જુની મામલતદાર કચેરી પાસે પખાલીવાડ ખાતે રહેતા નશીર રહીમ મહંમદ શેખ નાએ પોતાના ઘર પાસે રાખેલ સાગી લાકડાના બારી બારણા નંગ-07 કિ .રૂ.25,000 ની ચોરી થઈ હતી.જે અંગેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ મથકમાં દર્જ કરવામાં આવી હતી.

796f1dea-910e-41da-9153-eeac829ff311

પોલીસ દ્વારા નશીર શેખ ના ઘર પાસેના CCTV કેમરાના ફૂટેજ મેળવીને તેના આધારે તપાસ હાથધરી હતી.જેમાં પોલીસને સફળતા મળી હતી.અને ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

પોલીસે પ્રભુ ભકિતદાસ રાણા રહે,ફાટા તળાવ ભરૂચ,સુરેશ ગોપાલભાઈ વસાવા રહે.નનુમિયા ઝુપડપટ્ટી ભરૂચ,ચંપક મગનભાઈ વસાવા રહે.નનુમીયા ઝુપડપટ્ટી ભરૂચના ઓની ધરપકડ કરી હતી.અને ચોરી થયેલ સાગી લાકડાના બારી બારણા નંગ-07 કિ.રૂ. 25,000 ના રિકવર કરી વધુ તપાસ હાથધરી છે.

Latest Stories