આમોદ તાલુકાના નાહિયેર ગામ સ્થિત હઠીલા હનુમાનજી મંદિરે વર્ષમાં બે વાર એટલે કે કાળીચૌદશ તેમજ શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે.

શ્રાવણ મહિનાનો છેલ્લો શનિવાર હોવાથી દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા ગત રીતે લોકમેળો યોજાયો હતો. લોકમેળામાં આમોદના શહેરીજનો તેમજ આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તાર તથા  જંબુસર તાલુકાના તેમજ વાગરા તાલુકામાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતાં.

કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક સમસ્યા જળવાઈ રહે માટે આમોદ પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.આઇ એમ. આર. શકોડિયા તેમજ આમોદ પોલીસ સ્ટેશનના જવાનો બંદોબસ્તમાં ગોઠવાય ગયાં હતાં. મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા મંદિરમાં પીવાનું મીઠું પાણી તેમજ પ્રસાદનું વિતરણ  કરવામાં આવ્યું હતું અને તમામ ભક્તોને દર્શનનો લાભ મળે તેવું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ લોકમેળામાં સુરક્ષિત રાઇડ્સ તેમજ ખાણીપીણીના સ્ટોલ તેમજ અલાયદી પાર્કિંગની સુવિધા સાથે લોકમેળાને માણ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here