ભરૂચ: કવિઠા-કરમાલી કેનાલ પાસે કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત,૫ ઘાયલ
BY Connect Gujarat27 Dec 2019 1:15 PM GMT

X
Connect Gujarat27 Dec 2019 1:15 PM GMT
ભરૂચના નબીપુર નજીક
આવેલ કવિઠા –કરમાલી રોડ ઉપર આજે સાંજના સ્મયે એક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો
હતો. જેમાં ૫ જેટલી વ્યક્તીઓને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તો ને સાર્વાર અર્થે ૧૦૮ મારફતે
ભરૂચ સિવિલ હોસ્પીટલમાં ખસેડાયા હતા.



અકસ્માતની પ્રાપ્ત
પ્રાથમિક વિગત અનુસાર ભરૂચના નબીપુર નજીક સાંજના સમયે રીક્ષા નંબર GJ-16-Z-8038માં બેસી કાવી થી ડભાલી જતા હતા. દરમિયાન સામેથી
આવતી વેગન આર નંબર GJ-16-AP-962 સાથે અકસ્માત સર્જાતા પાંચ જેટલા મુસાફરો તારા નારણ વસાવા ,ઉમર 40,ગીતા સુરેશ વસાવા.ઉમર 38, કલ્પેશ માગન સોલંકી.ઉમર 32 રહેવાસી સામલોદ, સોનુ વસાવા. ઉમર 30, લક્ષ્મી વસાવા.ઉંમર 18. ઘાયલ થયા હતા. જેમને સારવાર અર્થે ભરૂચ ૧૦૮ મારફતે ભરૂચ
સિવિલ હોસ્પીટલ ખસેડાયા છે.બનાવ અંગે પોલીસે વર્ધીના આધારે તપાસ હાથધરી છે.
Next Story