New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/2a47aebb-84d5-4434-853a-aef55371185a.jpg)
ઝઘડિયા તાલુકામાંથી મોટાપાયે ઓવરલોડ ખનીજ વહન થાય છે. જવાબદારોની નિષ્કિયતાના પગલે ઓવરલોડ વહનકારો બેફામ બની ગયા છે. ખનીજ વહનના કોઈ નીતિ નિયમ છે કે નહિ તેવી માનસિકતા ઉભી થઈ છે.
ગતરોજ ભરૂચ જિલ્લા ભૂસ્તર ટીમ ઝઘડિયાના ગુમાનદેવ ખાતે વાહન ચકાસણી કરી રહી હતી. ત્યારે ઝઘડીયા તરફથી આવતી ટ્રકોને ચેકિંગ માટે ઉભી રાખી રહ્યા હતાં. દરમિયાન બંન્ને ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરેલ હોવાનું ભૂસ્તરની ટીમને ધ્યાને આવ્યું હતું. ભૂસ્તર વિભાગની ટીમે બંન્ને ટ્રકોને જપ્ત કરી તેમની સામે ઓવરલોડ ખનીજ વહનનો ગુનો નોંધી મેમો આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.