ભરૂચ જંબુસર દહેજ ચોકડી પર યુવક પર હિંસક હુમલો
BY Connect Gujarat27 Aug 2017 12:10 PM GMT
X
Connect Gujarat27 Aug 2017 12:10 PM GMT
ભરૂચની જંબુસર દહેજ ચોકડી પર એક યુવાન પર હિંસક હુમલાની ઘટના પ્રકાશમાં આવી હતી,યુવકના પેટમાં ધારદાર હથિયાર વડે માર મારવામાં આવતા ગંભીર હાલતમાં તેને સારવાર અર્થે લઇ જવામાં આવ્યો હતો.
જાણવા મળ્યા મુજબ ભરૂચની જંબુસર દહેજ ચોકડી પર સલમાન પટેલ નામનાં યુવકને પોલીસને બાતમી આપતો હોવાની રીસ રાખીને પાંચથી વધુ ઈસમોએ મારીમારીને પેટનાં ભાગે છરો મારી લોહી લુહાણ કરીને હુમલા ખોરો ફરાર થઇ ગયા હતા.
ગંભીર હાલતમાં સલમાન પટેલને સારવાર અર્થે પ્રથમ ભરૂચ સિવિલ અને ત્યાં થી વધુ સારવાર માટે વડોદરાની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.
બનાવ અંગે ભરૂચ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધીને હુમલાખોરોની શોધખોળ શરુ કરી છે.
Next Story