/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/maxresdefault-561.jpg)
ભરૂચ જિલ્લામાં વરસાદને કારણે અમરાવતી ખાડીમાં પાણીની સારી આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો હવે અંકલેશ્વર શહેરના લોકોને પણ પાણીની સમસ્યાથી રાહત મળી રહેશે.
હાલ સમગ્ર ગુજરાત રાજયમાં સારું એવું ચોમાસુ બેસી ગયું છે. વીજળીના કડાકા ભડાકા સાથે અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ એન્ટ્રી કરી દીધી છે. હાલ વરસાદ પગલે લોકોને ગરમીના ઉકળાટથી રાહત પણ મળી છે. ભરુચ જીલ્લામાં એક સપ્તાહ બાદ ગતરોજથી સારો વરસાદ વરસી રહ્યો છે.
વરસાદને કારણે સમગ્ર જીલ્લામાં નાળાઓ સહિત ખાડીઓમાં પ્રમાણ કરતાં સારા પાણીની આવક જોવા મળી રહી છે. ભરૂચની અમરાવતી ખાડીમાં પાણીની આવક થતાં નજીકમાં આવેલ ગામડાઓના લોકોને પાણીની સમસ્યાથી રાહત મળશે. તો ખેડૂત આલમમાં પણ પાણીની આવકથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે સાથે અંકલેશ્વર શહેરના લોકોને પણ પાણી અંગેની મુંજવતી સમસ્યા સામે આંશિક રાહત પણ મળી રહેશે.