ભરૂચ જિલ્લામાં 395 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન યોજાશે

New Update
ભરૂચ જિલ્લામાં 395 ગ્રામ પંચાયતોની ચૂંટણી  માટે મતદાન યોજાશે

ગુજરાત રાજ્યભરમાં તારીખ 27મી ડિસેમ્બરના રોજ પંચાયતી રાજની ચૂંટણી યોજાનાર છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાની 395 ગ્રામ પંચાયતોની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

Advertisment

1a25be14-6f83-4461-ae56-a2472ba021a1

ભરૂચ જિલ્લાના 9 તાલુકાની 483 પૈકી 82 ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે, જયારે 395 ગ્રામ પંચાયતોની ચૂંટણી લોખંડી પોલીસ સુરક્ષા કવચ સાથે યોજાનાર છે.

b276e51c-e1d0-4ac5-a7ac-3742009edbdf

જિલ્લાભરમાં અંદાજિત 6.30 લાખ જેટલા મતદારો ઉમેદવારોનું ભાવી મતપેટીમાં બંધ કરશે. જાણવા મળ્યા મુજબ સરપંચ પદ માટે 388 અને સભ્યો માટે 2729 નું ભવિષ્ય મતદારો નક્કી કરશે.

67035f2f-1243-4af0-92c6-2738eee8f1c3

ચૂંટણી પ્રક્રિયાને સુપેરે પાર પાડવા માટે ચૂંટણી શાખા દ્વારા જિલ્લામાં 922 મતદાન મથકોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે પૈકી 172 મતદાન મથકો સંવેદનશીલ અને 229 મતદાન મથકો અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisment

75f7db69-0d80-4bf6-9fec-404da7433f53

ચૂંટણીની કામગીરી માટે 5000 કરતા વધુ કર્મચારીઓ સહિત અંદાજિત 2000 કરતા વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.

87552311-8119-4919-aaf7-e663b26e20f6

Advertisment