Connect Gujarat
ગુજરાત

ભરૂચ: જિલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ત્રિવેદી હસ્તે ઝઘડિયા ખાતે કરાઇ

ભરૂચ: જિલ્લા કક્ષાના સ્વાતંત્ર દિનની ઉજવણી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ ત્રિવેદી હસ્તે ઝઘડિયા ખાતે કરાઇ
X

ભરૂચ 15 મી ઓગસ્ટ ને લઈ સરકારી ઇમારતો રોશની થી ઝગમગી

ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે ૧૫મી ઓગસ્ટના દિવસને ઉજવવામાં આવે છે. ઇ.સ. ૧૯૪૭નાં વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી ભારત દેશ આઝાદ થયો હતો. આથી આઝાદીની લડતમાં સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશીમાં દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે. દેશનાં તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે. આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ લાઈટો થી ઝગમગાટ કરવામાં આવે છે.

ભરૂચ માં પણ સ્વતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ઝઘડિયા ખાતે કરવામાં આવી હતી.ગુજરાત ના વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ધ્વજ વંદન કરવા માં આવ્યું હતું.આ કાર્યકર્મ માં સાંસદ મનસુખ વસાવા,ભરૂચ ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કક્ષાના સ્વતંત્રતા દિન ઉજવણી માં ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અવનવા કરતબ કરી લોકો ને મંત્રમુગ્ધ કર્યા હતા. જ્યારે નાના બાળકોએ પણ દેશ ભક્તિના ગીતો પર પોતાની કળા બતાવી લોકોના દિલ જીત્યા હતા.આ સમારોહમાં દિવ્યાંગ બાળકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઝગડીયા તાલુકાના વિકાસ માટે 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે દેશ એકતા અને અખંડતા સાથે જો આગળ વધશે તો ભારત દેશ વિશ્વ ફલક પર ઝળહળશે.

Next Story