/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/08/7a0fee3e-e7c5-4f06-83f3-4670cc21fcd3.jpg)
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બનાસકાંઠાની મુલાકાત દરમિયાન તેઓના કાફલા પર થયેલા હુમલાને વખોડી કાઢીને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, અને પુતળા દહન કરતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા, જોકે સરકાર વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર કરીને કાગળ અને ઘાસ સળગાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.