ભરૂચ જૂવેનાઇલ હોમ ફોર બોઈઝ માંથી બે બાળકો ફરાર

New Update
ભરૂચ જૂવેનાઇલ હોમ ફોર બોઈઝ માંથી બે બાળકો ફરાર

ભરૂચમાં કુકરવાડા રોડ પર આવેલાં જૂવેનાઇલ હોમ ફોર બોયઝ સંસ્થામાંથી વહેલી સવારે બે બાળકો ચોકીદારની નજર ચુકવી નાસી ગયાં હતાં. આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તેમનો કોઇ પત્તો નહીં મળતાં આખરે સંસ્થાના સુપ્રિટેન્ડેન્ટે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે બન્ને બાળકોને શોધવાની તજવીજ હાથ ધરી છે.

ભરૂચના કુકરવાડા રોડ પર આવેલી જુવેનાઇલ હોમ ફોર બોયઝ સંસ્થામાં ચાઇલ્ડ લાઇન ભરૂચ દ્વારા ગત ૧૨મી નવેમ્બરના રોજ ૧૩ વર્ષીય અક્ષય મનોજ વસાવા નામના બાળકને મુકી ગયાં હતાં. જ્યારે 20મી માર્ચથી ૧૨ વર્ષીય ગણેશ અજય વસાવા નામનો બાળક તેમની સંસ્થામાં રહેતો હતો. આ સંસ્થામાં બાળકોને શિક્ષણ તેમજ રહેવા-ખાવાની સુવિધા મળતી હતી. તારીખ ૧૩મીની વહેલી સવારે સંસ્થાના ચોકીદારની નજર ચુકવી ક્યાંક જતાં રહ્યાં હતાં. આ ઘટનાની જાણ થતાં તેઓએ ભરૂચ શહેરના વિવિધ વિસ્તાર તેમજ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ તેમજ ઝૂપડપટ્ટી વિસ્તારમાં આ બાળકોની શોધખોળ કરી હતી. પરંતુ તેમનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આખરે તેમણે ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી બન્ને બાળકોને શોધવાની કવાયત હાથ ધરી છે.

Latest Stories