Connect Gujarat
ગુજરાત

ભરૂચ ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેંક ની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા

ભરૂચ ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેંક ની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરાયા
X

ઉમેદવારોએ ટ્રાફિકના કારણે લોકલ ટ્રેન માં મુસાફરી કરીને ફોર્મ ભરવાનું શુભ મુર્હત સાચવ્યું

ભરૂચ જીલ્લા ની મધ્યસ્થ સહકારી બેંક ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેંક ની ચૂંટણી માટેના ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા.જોકે ફોર્મ ભરવા માટે ગણેશ શુગર ના ચેરમેન સંદીપ માંગરોલા સહિતના આગેવાનો એ ભારે ટ્રાફિક નાં કારણે ટ્રેન માં મુસાફરી કરીને જીલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.

sandip 1

ભરૂચ ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેંક ની ચૂંટણી આગામી દિવસો માં યોજાવાની છે. જેમાં ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ નાં આગેવાન અને વાલિયાની ગણેશ શુગરના ચેરમેન સંદીપ માંગરોલા સહિત તેઓના ટેકેદારો ઝગડિયા,અંકલેશ્વર નાં ઉમેદવારી પત્ર ભરવા માટે બપોરનાં 12:39 સમય નું શુભ મુર્હતમાં ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળ્યા હતા.જોકે ને.હા.નં 8 અને ગોલ્ડન બ્રીજ પર ભારે ટ્રાફિક જામ નાં કારણે ચાર ઉમેદવારો અને તેઓના 22 ટેકેદારો નિર્ધારિત સમયે ભરૂચ પહોંચવા માટે લોકલ ટ્રેન માં મુસાફરી કરીને ગયા હતા.

sandip 2

આ અંગે કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીત માં સંદીપ માંગરોલા એ જણાવ્યું હતું કે ભરૂચ ને.હા.નં 8 પર સર્જાતી ટ્રાફિક ની સમસ્યા નાં નિરાકરણ માટે રેલવે મંત્રાલય તથા સ્થાનિક પ્રશાસન ને રજૂઆત કરીને મુંબઈ અને અન્ય શહેરોમાં ચાલતી લોકલ ટ્રેન ની સેવા ભરૂચ અંકલેશ્વર વચ્ચે પણ શરૂ કરવામાં આવે તેવા પ્રયત્નો કરવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત સંદીપ માંગરોલા તેમજ ડીસ્ટ્રીક સેન્ટ્રલ કો.ઓ.બેંક ના ચેરમેન તેમજ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા એ જીલ્લા કલેકટર કચેરી ખાતે પોતાના ઉમેદવારી પત્રો ભરીને એકબીજાને ચૂંટણી માટે ની શુભેચ્છા પાઠવી હતી.

Next Story
Share it