Connect Gujarat
ગુજરાત

ભરૂચ નંદેલાવમાં બૌડાએ બે બિલ્ડીંગને ગેરકાયદેસર હોવાનું કહી સીલ મારી

ભરૂચ નંદેલાવમાં બૌડાએ બે બિલ્ડીંગને ગેરકાયદેસર હોવાનું કહી સીલ મારી
X

ભરૂચ અંકલેશ્વર અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટી (બૌડા)એ નંદેલાવ ખાતે નંદેલાવ ખાતે આવેલી બે બિલ્ડીંગોને ગેરકાયદેસર બાંધકામ જાહેર કરી સીલ મારી દેતા ખળભળાટ ઉભો થયો છે. જ્યારે બિલ્ડીંગમાં ભાડે રહેતા કંપનીના કર્મચારીઓ અને દુકાનદારો ભેખડે ભરવાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નંદેલાવમાં આવેલ આયેશા એપાર્ટમેન્ટ અને મદની એપાર્ટમેન્ટ પરવાનગી વગર ઉભી થઈ હોવાની ફરીયાદ સચીન પટેલ અને મુકેશ વસાવાએ બૌડામાં કરી હતી. જેના આધારે બૌડાએ સ્થળ તપાસ કરી બિલ્ડરોને સુનાવણી માટે જાણ કરી હતી. જેમાં બિલ્ડરો હાજર ન રહેતા આખરે બૌડાએ બિલ્ડીંગને સીલ મારવા માટેની નોટીસ આપી બિલ્ડીંગ ખાલી કરવા જણાવ્યું હતું. નોટિસનો સમય પુરો થવા છતાં બિલ્ડરો દ્વારા કોઇ કાર્યવાહી ન થતા આખરે બુધવારના રોજ બૌડાની ટીમે બંને બિલ્ડીંગોને સીલ મારી દેતા દુકાનદારોમાં દોડધામ મચી જવા પામી હતી. આ બિલ્ડીંગમાં વિવિધ કંપનીના કર્મચારીઓ ભાડેથી રહેતા હતા. સીલ મારવાના કારણે તેમનો સર–સામાન પણ અંદર રહી જતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

ર૦૧ર પહેલા મંજૂરી મેળવી લીધી હોવા છતાં પણ બૌડાના આંખ આડા કાન

બિલ્ડર જીતુભાઇના કહેવા મુજબ તેમણે જેમની પાસેથી આ બિલ્ડીંગ ખરીદી હતી. તેમને ૨૦૧૨ પહેલા પંચાયતમાંથી મંજૂરી મેળવી હતી અને તે સમયે તેનું ઘણું બધું કામ કરાવેલું હતું. આ બિલ્ડીંગને લઈ પંચાયતમાં જે તે સમયથી વેરાઓ પણ ભરાયેલા છે. બૌડાને આ તમામ દસ્તાવેજા અને જવાબો આપ્યા બાદ પણ આ પુરાવાઓને અવગણી નવું બાંધકામ જાહેર કરી બિલ્ડીંગોને સીલ મારી દીધું છે, જે અન્યાયી છે.

બૌડાની બે–ધારી નિતિ

બે વર્ષ પહેલા ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં લાકડાવાલા હોલ હતો ત્યાં હાઇરાઈઝ બિલ્ડીંગ બની છે. જે વિવાદના એરણે ચઢી હતી. આ બિલ્ડીંગ ૨૦૧૨ પછી એટલે કે બૌડાની રચના થયા બાદ કોઇપણ પ્રકારની મંજૂરીઓ લીધા વિના બનાવાઇ હોવાના પુરાવા જાગૃત નાગરીકોએ રજુ કર્યા હતા. જેમાં નગરપાલિકાએ ખુદ ૨૦૧૧માં બાંધકામવાળી જગ્યા ખુલ્લી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જાગૃત નાગરિકોએ આ સ્થળના સેટેલાઈટ ફોટા પણ રજુ કર્યા હતા. તેમાં પણ ૨૦૧૨ પહેલા આ સ્થાન ઉપર કોઇ બાંધકામ ન હોવાનું સ્પષ્ટ થતું હતું. આમ છતાં પણ બૌડાએ આ બિલ્ડીંગને માન્યતા આપી દીધી હતી જ્યારે બીજીબાજુ નંદેલાવમાં જે તે સમયની મંજૂરી અને વેરા પાવતીઓ રજુ કરવા છતાં પણ બૌડાએ આ બિલ્ડીંગને નવું બાંધકામ હોવાનું ઠરાવી તેને સીલ મારી પોતાની બે–ધારી નિતિનો પરિચય આપ્યો છે. જેના કારણે ખુદ બૌડાના અધિકારીઓની નિષ્ઠા પર પ્રશ્ન ઉઠી રહયા છે.

બૌડાએ નવી બિલ્ડીંગ જાહેર કરવા તેના પ્રમાણ આપવા જાઇએ

ભરૂચમાં બૌડા શરૂઆતથી જ વિવાદની એરણે છે વ્હાલા–દવલાની વૃત્તિના કારણે બૌડાની છબી સામે અનેક પ્રશ્નો ઉઠતા રહયા છે. બૌડા બિલ્ડીંગોને નવી કે જુની જાહેર કરે છે, પરંતુ તેના કોઇ પ્રમાણ આપતું નથી. ખરેખર કોઇપણ બિલ્ડીંગને નવી કે જુની જાહેર કરતા તેના આધારભૂત પ્રમાણ જેતે બાંધકામના બિલ્ડર, માલિક કે પ્રમાણભૂત વ્યક્તિને આપવા જાઇએ. પરંતુ બાંધકામને લગતા આવા કોઇપણ આધારભૂત પ્રમાણપત્રો આપ્યા વિના સીધેસીધી મનસ્વી રીતે બિલ્ડીંગને નવું કે જુનું જાહેર કરી દેવાય છે.

Next Story