Connect Gujarat
ગુજરાત

ભરૂચ : નર્મદા નદી કિનારા પર પોલીસ ખડકી દેવાય : લોકોને કિનારા પર જવા પર પ્રતિબંધ

ભરૂચ : નર્મદા નદી કિનારા પર પોલીસ ખડકી દેવાય : લોકોને કિનારા પર જવા પર પ્રતિબંધ
X

નર્મદા નદીના વધી રહેલા જળસ્તરના પગલે ભરૂચ અને અંકલેશ્વરમાં કાંઠા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. મોટી સંખ્યામાં લોકો નદીમાં આવેલા પુરને જોવા માટે ઉમટી રહયાં છે. ડેમમાંથી છોડવામાં આવતાં વિપુલ પ્રમાણમાં પાણીને અનુલક્ષી ભરૂચના ગોલ્ડનબ્રિજ ખાતે નર્મદા નદી 24 ફૂટની ભયજનક સપાટી વટાવી ચુકી છે. નદી હાલ 31 ફૂટના લેવલને પાર કરી ચુકી છે.

વર્ષો બાદ નર્મદા નદીમાં પુર આવતાં લોકો નદી જોવા ઉમટી રહયાં છે. ભરૂચ અને અંકલેશ્વરમાં ગોલ્ડનબ્રિજના છેડા પર મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ રહયાં છે. નદીના ધસમસતા પ્રવાહમાં કોઇ તણાઇ ન જાય તે માટે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. આ ઉપરાંત નદી કિનારે લોકોના જવા પર પ્રતિબંધ મુકાયો છે. બીજી તરફ નદીની વધી રહેલી જળસપાટીના કારણે શુકલતીર્થ સહિતના ગામોમાં પાણી પ્રવેશી ચુકયાં છે. ભરૂચ અને શુકલતીર્થ વચ્ચે લોકો જીવના જોખમે વાહનો લઇને પસાર થઇ રહયાં છે.

Next Story