ભરૂચ: નવજીવન વિદ્યાલય ખાતે સ્થાપક સ્વ. ચંદ્રશંકર ભટ્ટની પ્રતિમાનું અનાવરણ

નવજીવન વિદ્યાલય ભરૂચમાં નવજીવનની સ્થાપના કરી એવા સ્વ. ચંદ્રશંકર ભટ્ટની પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય કિર્તીબેન જોષીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પધારેલ મહેમાનો પ.પૂ. સ્વામિની સત્પ્રિયાનંદ સરસ્વતી, પૂર્વ કુલપતિ વીર નર્મદે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ડૉ. અશ્વિનભાઈ કાપડિયા, ધારાસભ્ય ભરૂચ દુષ્યંતભાઈ પટેલ, પ્રમુખ નગરપાલિકા ભરૂચ સુરભીબેન તમાકુવાલા, જિલ્લા શિક્ષણાધિકારી નવનીતભાઈ મહેતા, ચેરમેન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શ્રીમતિ ઈન્દિરાબેન રાજ, મંત્રી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ ભાસ્કરભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ અને જીવરાજભાઈ પટેલના હસ્તે સ્વ. ચંદ્રશંકર ભટ્ટની પ્રતિમા અનાવરણ કરવામાં આવ્યું હતું. મહેમાનોને શાળા પરિવાર તરફથી સ્મૃતિભેટ અને પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં નવજીવન કેળવણી મંડળના પ્રમુખ દિનેશભાઈ પંડ્યાએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં સ્વ. ચંદ્રશંકર ભટ્ટના જીવનપ્રસંગો, તેમનું સ્વાતંત્ર્ય સંગ્રામમાં શુ યોગદાન રહ્યું, આ પ્રતિમા અનાવરણથી વિદ્યાર્થીઓમાં તેમજ સમાજ માટે પ્રેરણાદાયી બનશે.
પ.પૂ.સ્વામિની સત્પ્રિયાનંદજીએ પોતાના ભૂતકાળ વાગોળતા શાળાના અનુભવો વર્ણવ્યા હતા તેમજ ગાંધીજીના સત્ય, અહિંસા, સ્વચ્છતા વિગેરે ગુણોને જીવનમાં ઉતારતા જીવન ધન્ય બને એવો પ્રયાસ કરવો જોઈએ. ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારૂ જીવન ધન્ય બન્યુ છે કે આજે સ્વ. શ્રી ચંદ્રશંકર ભટ્ટના વ્યક્તિત્વનો પરિચય થયો એમના સદગુણો જીવનમાં ઉતારી આપણુ જીવન ધન્ય બનાવીએ.
મુખ્ય અતિથિ ડૉ. અશ્વિનભાઈ કાપડિયાએ સ્વ. ચંદ્રશંકર ભટ્ટ કે જેમણે કાકાના નામે યાદ કરતાં સ્વાતંત્ર્યની લડાઈમાં તેમનું યોગદાન, અંગ્રેજો પણ તેમના નામથી કાંપતા, તેમને જીવતા કે મૃત લાવનારને રૂ.૨૫,૦૦૦/- નું ઈનામ રાખ્યું હતું. તેમનામાં ગાંધીજીની સાદગી, સુભાસચંદ્ર બોઝનું જોષ, ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ જેવું ખમીર હતું. આ કાર્યક્રમના અંતે આભાર દર્શન હસુભાએ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.