ભરૂચ ની સત્યમ કોલેજ ખાતે શિક્ષક સજ્જતા પર માર્ગદર્શન આપતા ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે
BY Connect Gujarat3 Dec 2016 1:15 PM GMT

X
Connect Gujarat3 Dec 2016 1:15 PM GMT
ભરૂચના ઝાડેશ્વર ખાતે તપોવન સંકુલ સંચાલિત સત્યમ કોલેજમાં વ્યાખ્યાન માળા અંતર્ગત શિક્ષક સજ્જતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
આ સેમિનારમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર તથા સ્કિલ ડેવલોપમેન્ટ તજજ્ઞ અને કનેક્ટ ગુજરાત ન્યુઝ પોર્ટલના બ્લોગ લેખક ઋષિ દવે એ ભાવિ શિક્ષકોને સ્કિલ ડેવલોપમેન્ટ વિશે માર્ગદર્શન આપ્યુ હતુ.
આ પ્રસંગે ઋષિ દવેએ તાલીમાર્થી વિદ્યાર્થીનીઓને વિવિધ હળવીફૂલ રમતો રમાડીને શાળાના બાળકો સાથે પણ એક શિક્ષકના અવતારમાં મિત્ર બનીને શિક્ષણ નું ભાથુ પીરસે તે અંગે પણ માર્ગદર્શન આપ્યુ હતુ.
આ કાર્યક્રમ માં સત્યમ કોલેજના આચાર્ય અને નિયામક જાગૃતિ પંડયા,કોલેજના ટ્રસ્ટી દિનેશ પંડયા અને આમંત્રિતો તથા શિક્ષકો તેમજ તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Next Story