/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/12-4.jpg)
ડોક્ટર કૃણાલ ચાંપાનેરીને કેવડીયા ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં સેવા આપવા માટેનો પત્ર મળતા દર્દીઓની હાલત કફોડી બની
નર્મદા જિલ્લાના કેવડીયા ખાતે ડીજી કોન્ફરન્સ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા હોવાથી ભરૂચ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડીક તબીબને PMની સેવામાં રાજપીપળા ખાતે બોલાવવામાં આવ્યા છે. જેનાં પગલે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દસથી વધુ દર્દીઓની હાલત કફોડી બની રહી છે. દર્દીઓના ઓપરેસન અટવાઈ પડતાં વડોદરા ખાતે રીફર કરવાની ફરજ પડી રહી છે. આવા સંજોગોમાં ગરીબ દર્દીઓ ને પરવડતું નથી. જેથી હાલ તો દર્દીઓની હાલત દયનીય બની છે.
બનાવની મળતી માહિતી અનુસાર રાજપીપળા નજીક સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ટેન્ટ સીટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ છે. અહીં તેઓ ડીજી કોન્ફરન્સ માં હાજરી આપવાના હોય તબીબી સેવા માટે ભરૂચ સિવિલના એકમાત્ર ઓથોપેડીક ડોક્ટરને કાર્યક્રમમાં સેવા આપવા માટેનું ફરમાન કરવામાં આવ્યું છે. જેની સાથે જ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા દસ દિવસથી હાથ પગ કમર ફેક્ચર ના દર્દીઓ ઓપરેશન ન થવાના કારણે ભારે હેરાન પરેશાન થઇ ગયા છે. જોકે ભરુચ સિવિલ હોસ્પિટલમાં એક માત્ર ઓથોપેડીક ડોક્ટર છે. તે પણ પ્રધાનમંત્રી ના કાર્યક્રમમાં જવાનું હોવાથી તમામ દર્દીઓને વડોદરા હોસ્પિટલ ખાતે ખસેડવાની કેહતા દર્દી ઓ ની સ્થિતિ દયાજનક થઈ હતી.
દર્દી ઓ સાથે ની વાતચિતમાં પ્રધાનમંત્રી આવે તે સારું છે પણ તેમના આગમન થી ગરીબો દર્દી ઓ ની મુશ્કેલી માં વધારો થાય તે કેટલું યોગ્ય કહેવાય તેમ દર્દી ઓ અને સગા વાળા એ મીડિયા સમક્ષ પોતાના ઉદાસ મોઢે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી.
ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ સત્તા પર રહેલી સરકારમાંથી બહાર આવે તે જરૂરી છે કારણ કે જે મતદારો પ્રધાનમંત્રી ના કાર્યક્રમમાં વ્યસ્ત થતા દસથી વધુ દર્દીઓની હાલત દયનીય બની છે
હાથ કમર પગ ફેક્ચર ના દર્દીઓના નામની યાદી
(૧)બાલુભાઈ ધનજીભાઈ પરમાર પગ ફેક્ચર
(૨) ગોવિંદભાઈ દેવજીભાઈ રોહિત પગ ફેક્ચર
(૩) સુરેશભાઈ બુધાભાઈ પગ ફેક્ચર
(૪) શ્રીકૃષ્ણ ગજાનન કોલતે પગ ફેક્ચર
(૫) રામ અવતાર ગિલવર હાથ ફેક્ચર
(૬) રણછોડભાઈ માધવ ભાઈ વાઘેલા હાથ ફેક્ચર
(૭) અમિતભાઈ દેવજીભાઈ વસાવા પગ પગ ફેક્ચર
(૮) નિકુલભાઇ ઠાકોરભાઈ રાઠોડ પગ ફેક્ચર
(૯)વિશાખા બેન મનોહર વર્મા પગ ફેક્ચર