ભરૂચ LCBએ જોલવા ગામના જુગારધામ પર રેડ કરી ઝડપી પાડ્યા ૪ ખેલીઓ

New Update
ભરૂચ LCBએ જોલવા ગામના જુગારધામ પર રેડ કરી ઝડપી પાડ્યા ૪ ખેલીઓ

ભરૂચ જિલ્લા પોલીસ વડા તેમજ LCBના ઇન્ચાર્જ PI ઝાલાના માર્ગદર્શન હેઠળ LCB પો.સ.ઈ એ.એસ.ચૌહાણ તેમજ તેમની ટીમે દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલલિંગમાં દરમિયાન મળેલ બાતમીના આધારે દહેજ નજીક જોલવા ગામમાં આવેલ ચાઇના સ્ટીલ કંપની પાસે આવેલ વેલકમ ફ્લેટ નંબર એ-૩/૨૦૩ માં દરોડો પાડતા જુગાર રમતા ચાર ખેલીઓને ઝડપી પાડયા હતા.

રેડ દરમિયાન પોલીસે ઝડપેલા ખેલીઓમાં રામભરોસે ગિરધારી કેવટ રહેવાસી ,મનોરથમ બંગ્લોઝ મકાન નંબર-૧૮ શ્રવણ ચોકડી પાસે ભરૂચ,મૂળ રહેવાસી નયાગાવ તાલુકો પીપલદા જિલ્લો કોટા.,સિરાજભાઈ મુસાભાઇ પટેલ રહેવાસી નવું ફળિયું જોલવા તાલુકો વાગરા.,મિન્હાઝ હનીફભાઇ પટેલ રહેવાસી નિશાળ ફળિયું જોલવા., અસહાક ઉર્ફ અસફાક હનીફભાઇ પટેલ રહેવાસી મદીના હોટલ નાગોરીવાડ ભરૂચને રંગે હાથ ઝડપી પાડી તેમની અંગઝડતી કરતાં ખેલીઓ પાસેથી રોકડા રૂપિયા ૮૯૦૫૦ તથા દાવ ઉપરના રોકડા ૧૪૦૦૦ મળી કુલ રોકડા રૂપિયા ૧૦૩૦૫૦ તથા મોબાઈલ ફોન નંગ-પ કિંમત રૂપિયા ૮૨૦૦૦ તથા વાહન કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦ તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા ૬૮,૫૦૫૦ જપ્ત કરી ઝડપાયેલા ચારેવ ખેલીઓ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.