/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/07/Leader_of_Oppos7347.jpg)
બેંગ્લુરુ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ દ્વારા પાર્ટીના ધારાસભ્યોને સાથે રાખીને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં તેઓએ ભાજપ સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસનાં છ ધારાસભ્યોએ રાજીનામા આપીને ભાજપમાં જોડાતા રાજકીયક્ષેત્રે ખળભળાટ મચી ગયો હતો. કોંગ્રેસ દ્વારા બાકીના ધારાસભ્યોને બેંગ્લુરુ ખાતે રિસોર્ટમાં લઇ જવામાં આવ્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ બેંગ્લુરુ પહોંચ્યા હતા, અને તેઓએ ધારાસભ્યોને સાથે રાખીને પત્રકાર પરિષદને સંબોધી હતી.
શક્તિસિંહ ગોહિલે ભાજપ સામે ગંભીર આક્ષેપો કરતા કોંગ્રેસની લડાઈ લોકશાહી માટે હોવાનું જણાવ્યુ હતુ. શક્તિસિંહ ગોહિલે કહ્યુ હતુ કે, ગુજરાતમાં પૂરની સ્થિતિમાં લોકો મરી રહ્યા હતા ત્યારે ભાજપ સરકાર કોંગ્રેસ તોડવામાં વ્યસ્ત હતી.
ભાજપે સામ-દામ-દંડનો ઉપયોગ કરીને ધારાસભ્યોને 15 કરોડની ઓફર કરાઈ હોવાનાં આક્ષેપો પણ તેઓએ કર્યા હતા.