Connect Gujarat

ભારતના વડાપ્રધાન મોદી પર બની રહી છે ફિલ્મ

ભારતના વડાપ્રધાન મોદી પર બની રહી છે ફિલ્મ
X

બિહારના એક ફિલ્મ નિર્માતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડા તેમજ ભારત પરિવર્તન માટેના તેમના દ્રષ્ટિકોણ પર એક ફિલ્મ બનાવી છે.

ફિલ્મ નિર્માતા અને સહ નિયામક સુરેશ ઝા એ જણાવ્યુ હતુ કે 2 કલાક અને 15 મિનિટની આ ફિચર ફિલ્મ 'મોદી કા ગાંવ" નું શૂટિંગ પૂર્ણ થઈ ગયુ છે અને તેનું પોસ્ટ પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે તથા થોડા જ મહિનાની અંદર આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થવાની શક્યતા છે.

આ સાથે ઝાએ એ વાત પર ભાર મુક્યો હતો કે આ કોઈ આત્મકથા નથી પરંતુ આ મેગા પ્રીમિયર દ્વારા તે મોદીના વિચારો અને પ્રયાસોનું સન્માન કરવા માંગે છે.

આ ફિલ્મમાં મુંબઇ ઉદ્યોગપતિ અને મોદી જેવા દેખાનાર વિકાસ મહંતે મોદીનો રોલમાં છે સાથે સાથે ટેલિવિઝન કલાકારો એમ ચંદ્રમણિ અને એ ઝેબાએ પણ મહત્વની ભૂમિકા ભજવી છે.

સુરેશ ઝાએ ફિલ્મની વાર્તા અંગે જણાવ્યુ હતુ કે બિહારમાં આવેલ પ્રચંડ પૂરમાં ઝેબા તણાઈ ગઈ હતી પરંતુ એક એનજીઓ દ્વારા તેને બચાવીને અભ્યાસ માટે યુએસએ મોકલવામાં આવી. ત્યાં તે મોદીજીની દ્રષ્ટિ, તેમના કામ અને દેશમાં પરિવર્તન લાવીને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાના તેમના સપના વિશે જાણે છે અને પોતે વતન પરત ફરવા પ્રેરાય છે ત્યાંથી સ્ટોરી આગળ વધે છે.

તેમણે ઉમેર્યું હતુ કે ફિલ્મનું શૂટિંગ મોટાભાગે પટના, દરભંગા અને મુંબઇમાં કરવામાં આવ્યુ છે જે મોદીના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને 'સ્માર્ટ ગામો' અને 'સ્માર્ટ સિટી' બનાવવાની ઉત્ક્ટ ઈચ્છાને આવરી લેવામાં આવી છે.

"મોદી કા ગાંવ" માં સાત ગીતો છે જે મનોજાનંદ ચૌધરી દ્વારા બનાવાયેલ છે અને આ બધાના રિલીઝની શરૂઆત ઉત્તરપ્રદેશથી થશે એવુ ઝા એ ઉમેર્યું હતુ.

Next Story
Share it