New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Jhulan-F.jpg)
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઝડપી બોલર ઝૂલન ગૌસ્વામીએ T-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય કર્યો છે.
ઝૂલન ગૌસ્વામીએ 68 T-20 મેચમાં 56 વિકેટ ઝડપી છે. તેમણે 2006માં ઇંગ્લેન્ડ સામે T-20 ફોર્મેટમાં એન્ટ્રી કરી હતી અને આ વર્ષે જુનમાં બાંગ્લાદેશ વિરુદ્ધ અંતિમ T-20 મેચ રમી હતી.
ઝૂલને T-20માં પોતાની સફળતા માટે BCCI અને સાથી ટીમ મેમ્બર્સનો આભાર માન્યો જ્યારે BCCI અને સમગ્ર મહિલા ક્રિકેટ ટીમે ક્રિકેટમાં તેમના યોગદાન માટે આભાર માન્યો અને ભવિષ્ય માટેની શુભકામના પાઠવી. વનડે ક્રિકેટમાં અત્યાર સુધીની સૌથી વધુ વિકેટ લઇ ચૂકેલી ઝૂલને 169 મેચમાં 203 વિકેટ ઝડપી છે. તેમજ 10 ટેસ્ટ મેચમાં 40 વિકેટ ઝડપી છે.