New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/sddefault-5.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનનાં પ્રધાનમંત્રી શિંઝો આબેનું ઉમળકાભેર સ્વાગત કર્યા બાદ રોડ શો થકી લોકોનું ઉષ્માભર્યું અભિવાદન ઝીલ્યું હતુ, અને આ અવસરે શિંઝો આબે ગુજરાતની સંસ્કૃતિની ઝલક નિહાળીને ખુબજ પ્રભાવિત થયા હતા.
અમદાવાદ એરપોર્ટ થી પીએમ મોદી અને પ્રધાનમંત્રી શિંઝો આબે અને તેમના પત્ની ખુલ્લી જીપમાં સવાર થઈને રોડ શોમાં જોડાયા હતા, અને લોકોએ પણ પીએમ મોદી અને શિંઝો આબેને ઉષ્માભેર આવકાર આપ્યો હતો. રોડ શોનાં રૂટ પર મોદી મોદીનાં નારા લાગ્યા હતા.