ભારતે પાક.ને આપ્યા ઉરી હુમલાના પુરાવા

New Update
ભારતે પાક.ને આપ્યા ઉરી હુમલાના પુરાવા

ભારતે મંગળવારે પાકિસ્તાન હાઇ કમિશનરને ઉરી આતંકવાદી હુમલાના પુરાવા સોંપ્યા હતા. જેમાં ભારતીય સૈન્યના 18 જવાનો શહીદ થયા હતા.

uri

વિદેશ સેક્રટરી એસ.જયશંકરે પાકિસ્તાની દૂત અબ્દુલ બાસિતને બે ગાઇડ વિશે માહિતી આપી હતી. જેમણે 18 સપ્ટેમ્બરના રોજ આતંકવાદીઓને ઉરીમાં આર્મી કેમ્પ સુધી પહોંચવામાં મદદ કરી હતી.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે આ અંગે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે બંને ગાઇડની ઉરીમાંથી ધરપકડ કરવામાં આવી છે અને હાલમાં તેઓ ભારતીય કસ્ટડીમાં છે.

અધિકારીઓએ તેમની ઓળખ મુઝફ્ફરબાદના ગામ ખિલ્લાના કલનના રહેવાસી 19 વર્ષિય યાસીન ખુર્શિદ અને મુઝફ્ફરબાદના પોર્થા જહાંગીરના 20 વર્ષિય ફઝલ હુસૈન આવાન તરીકે કરવામાં આવી છે.