ભાવનગર ખાતે જન્માષ્ટમી લોકમેળાનો થયો રંગારંગ પ્રારંભ

ગુજરાત રાજ્ય યુવક સેવા-સાંસ્કૃતિક વિભાગ-સંગીત નાટક અકાદમી અને વિભાવરીબેન દવે પ્રેરીત લોકમેળાનો જવાહર મેદાન ખાતે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મુખ્ય મહેમાન માં કેન્દ્રીય મંત્રી મંસુખભાઇ માંડલિયા , મંત્રી વિભાવરીબેન દવે, સાંસદ ભારતીબેન શિયાળ ,ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, ભાવનગર મેયર મનભા મોરી, ગીતાબેન રબારી તેમજ સ્ટુડન્ટ ઓફ ધ યર ના ગુજરાતી ફિલ્મ કલાકારો એ હાજરી આપી હતી.
આ વર્ષે લોકમેળામાં અવનવી યાંત્રિક રાઇડ્સ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ખરીદી માટેના વિવિધ સ્ટોલસ, તથા સેલ્ફી ઝોન વગેરે લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બન્યુ છે.
આ લોકમેળામાં આ વર્ષે પ્રથમ વખત મહિલા કારીગરોના કસબને પ્રોત્સાહન આપવા હસ્તકલાના 50 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે તેમજ અવનવી યાંત્રિક રાઇડ્સ અને ખરીદી માટેના વિવિધ સ્ટોલ આ મેળાની શોભા વધારે છે આ લોકમેળામાં સતત ત્રણ દિવસ સુધી મુખ્ય સ્ટેજ પરથી રાજ્યના ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે.
આ લોકમેળામાં લોક મનોરંજન અંગેની સવલતોમાં કોઇ ઉણપ ન રહી જાય તે હેતુથી જન્માષ્ટમી લોકમેળાની રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જાતે માર્ગદર્શન આપી સમગ્ર કાર્યક્રમ ને પૂર્ણ રીતે સક્ષમ કરવામાં આવ્યું છે.