ભાવનગર : દિશા સમિતિના માધ્યમથી જિલ્લાના તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો સહિયારો પ્રયાસ

સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક યોજાઇ
કલેકટર કચેરી ભાવનગર ખાતેના આયોજન હોલમાં સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળની
અધ્યક્ષતામા જિલ્લાની તમામ કચેરીઓના વડાઓ સાથેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભાવનગરની ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ
કો – ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી
(દિશા) સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં સાંસદ એ ભાવનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી, સરકારી યોજનાઓ તેમજ તેની અમલવારી
તેમજ વિભાગોના લક્ષ્યાંકોની સમીક્ષા કરી હતી તેમ જ જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું
હતું.
જેમાં મનરેગા હેઠળ થયેલ કામો, સખી ગ્રામહાટ રચના, સ્વચ્છ ભારત મિશન પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, સર્વ શિક્ષા અભિયાન, આંગણવાડીઓની સમીક્ષા, માતૃ વંદના યોજના, પોષણ અભિયાન તેમજ સ્માર્ટફોનથી
કરવામાં આવતી ઓનલાઇન નોંધણી, આરોગ્યક્ષેત્રે થયેલ કામો, સમાજ કલ્યાણ વિભાગની યોજનાઓ, સુજલામ સુફલામ તેમજ સિંચાઈના કામો, કૃષિ ક્ષેત્રે થયેલ કામો, રાસાયણિક ખાતરની ગુણવત્તા, વીજળી, વાસ્મો, ભારત સંચાર નિગમ લિ., જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, રેલ્વે, પાણી પુરવઠા, જિલ્લા ઉદ્યોગ દ્વારા ચાલતી વિવિધ
માનવ કલ્યાણ યોજનાઓ વગેરે યોજનાઓમાં પૂર્ણ થયેલ કામો, પ્રગતિ હેઠળના કામો તેમજ આયોજન
કરેલ કામોની સમીક્ષા કરી જરૂરી સુચન તેમજ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.
આ બેઠકમા સાંસદે જણાવ્યું હતું કે જિલ્લા અને શહેરના તમામ પ્રશ્નોને દિશા
સમિતિના માધ્યમથી વાચા મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ મંત્રને સૌ સાથે મળી
જિલ્લામાં જે કંઈ અસુવિધાઓ છે તે દુર કરી તે મંત્રને પરિપૂર્ણ કરવાનો પ્રયત્ન
કરીએ.
આ બેઠકમાં મહાનગરપાલિકાના મેયર મનહર મોરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, પ્રમુખ ઘોઘા તાલુકા પંચાયત, સભ્યતુલસી મકવાણા, સભ્ય હરેશ પરમાર, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર
બરનવાલ, જિલ્લા
ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કેલેયા, જિલ્લા આયોજન અધિકારી સહિતના તમામ દિશા કમિટીના સભ્યો
તેમજ અધિકારી/પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.