/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/08170837/maxresdefault1.jpg)
ભાવનગર શહેરના સત્યનારાયણ રોડ પર મહાવીર હાર્ડવેરમાં કામ કરતા યુવકની પરણિતાની છેડતીના કિસ્સામાં હત્યા કરી નાંખવામાં આવી છે. પરણિતાના પતિએ દુકાન પર આવી યુવાનને ચાકુ હુલાવી દેતાં તેનું મોત નીપજયું હતું. હત્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થઇ ગયો છે.
ભાવનગરના સત્યનારાયણ રોડ પર આવેલી મહાવીર હાર્ડવેરની દુકાનમાં રાબેતા મુજબ કામકાજ ચાલી રહયું છે તેવામાં એક શખ્સ સાયકલ લઇને આવે છે અને સાયકલ પાર્ક કરી દુકાનની અંદર પ્રવેશે છે. અડધી મિનિટ બાદ તે પીળો શર્ટ પહેરેલો શખ્સ અને લાલ ટી શર્ટ પહેરેલો યુવાન બહાર આવે છે અને ત્યાં શખ્સ યુવાન પર હુમલો કરી રહયો છે. થોડી વારમાં લાલ ટીશર્ટ પહેરેલો યુવાન દુકાનના ઓટલા પર ઢળી પડે છે.
સમગ્ર ઘટના પર નજર નાંખવામાં આવે તો પીળા રંગનો શર્ટ પહેરેલા શખ્સનું નામ છે અશોક ખીમાણીયા જયારે ટી શર્ટ પહેરેલો યુવાન છે. સત્યનારાયણ રોડ પર મહાવીર હાર્ડવેર નામની દુકાનમાં કામ કરતો અને કાશીવાડના ડેલા વિસ્તારમાં રહેતાં અજય મકવાણા…અશોકે હાર્ડવેરની દુકાન ખાતે આવી અજયને દુકાનની બહાર બોલાવ્યો અને તુ મારી બૈરીનુ નામ શું કામ લે છો તેમ કહી છરીથી અજયના શરીર પર આડેધડ ઘા મારી તેની હત્યા કરી હતી . બાદ આરોપી પોતે પોલીસ સ્ટેશનમાં જઈને હાજર થઈ ગયો હતો.. હત્યાની આ ઘટના મામલે મૃતકના પિતા કેમલ મકવાણાએ આરોપી અશોક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી .