ભાવનગર : માત્ર 72 કલાકના સમય ગાળામાં જ શહેરમાં બની હત્યાની બીજી ઘટના, પોલીસે તપાસ હાથ ધરી

New Update
ભાવનગર : માત્ર 72 કલાકના સમય ગાળામાં જ શહેરમાં બની હત્યાની બીજી ઘટના, પોલીસે તપાસ હાથ ધરી

ભાવનગરમાં એક બાદ એક હત્યાની ઘટનાઓ બની રહી છે, ત્યારે શહેરના નિર્મળનગર વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી એક આધેડની હત્યા કરી દેવામાં આવી હતી. માત્ર 72 કલાકના સમય ગાળામાં જ શહેરમાં હત્યાની બીજી ઘટના બનતા હત્યારાનું પગેરું મેળવવા માટે હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ભાવનગર શહેરના ખૂબ જ ગીચ વસ્તી ધરાવતા નિર્મળનગર વિસ્તારમાં હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. નિર્મળનગરની શેરી નં. 7માં રહેતા ભરત મેઘાણી નામના 57 વર્ષીય આધેડની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જાહેરમાં હત્યા કરવામાં આવી હતી.

મળતી માહિતી અનુસાર, ભરત મેઘાણી નિર્મળનગરમાં આવેલી 7 નંબરની શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા, તે દરમ્યાન 4 જેટલા અજાણ્યા ઈસમો આવી ભરત મેઘાણી ઉપર તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા છાપરી ઘા ઝીંક્યા હતા. જેના પગલે ભરત મેઘાણીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ ચારેય અજાણ્યા ઇસમો ભરત મેઘાણીની હત્યા કરી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. અચાનક બનેલી ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. હત્યાના બનાવની જાણ થતાં જ ભાવનગર ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો. માત્ર 72 કલાકના સમય ગાળામાં જ શહેરમાં હત્યાની બીજી ઘટના બનતા હત્યારાનું પગેરું મેળવવા માટે હાલ પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર: તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન, પીલુદ્રા ગામે વરસતા વરસાદ વચ્ચે કરી RCC રોડની કામગીરી

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી

New Update
Screenshot_2025-07-30-07-26-48-21_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામમાં ચાલુ વરસાદે આરસીસી રોડનું કામ ચાલુ હોવાનો વિડીયો વાયરલ થયો છે.

અંકલેશ્વરના ગ્રામ્ય વિસ્તારમાં તંત્રએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે.અંકલેશ્વર તાલુકાના પીલુદરા ગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી આરસીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ગતરોજ વરસતા વરસાદ વચ્ચે પણ આ રોડની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી જેના પગલે કામની ગુણવત્તા સામે અનેક સવાલો ઉભાગ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આરસીસી રોડનું કામ ચાલુ હોય તેવા વિડિયો પણ વાયરલ થયા છે. વરસતા વરસાદ વચ્ચે આ કામગીરી કરાતા તેની ગુણવત્તા સામે પણ સવાલ ઊભા થયા છે.પાણી વચ્ચે કરાયેલી કામગીરી કેટલા સમય ટકશે તે પ્રશ્ન ઉઠી રહ્યા છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ બાબતે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે