ભુજ : પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા શસ્ત્રોની કરવામાં આવી પૂજા
BY Connect Gujarat8 Oct 2019 11:21 AM GMT

X
Connect Gujarat8 Oct 2019 11:21 AM GMT
દશેરાના દિવસે પશ્ચિમ ક્ચ્છ જિલ્લા પોલીસ દ્વારા ભુજ ખાતે શસ્ત્રપૂજા કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ શસ્ત્રોની પૂજા કરી લોકોની સલામતી માટે પોલીસતંત્ર ખરૂ ઉતરે તેવી પ્રાર્થના કરી હતી. દર વર્ષની પરંપરા પ્રમાણે પોલીસ દળ દ્વારા દશેરાના દિવસે પોલીસ ફોર્સના તમામ શસ્ત્રોનું પૂજન કરવામાં આવે છે.
ભુજમાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે આજે શસ્ત્રપૂજાની વિધિ યોજાઈ હતી. જિલ્લા પોલીસવડા સૌરભ તોલંબિયા, હેડ ક્વાર્ટરના ડીવાયએસપી બી.એમ.દેસાઇ અને ભુજના ડીવાયએસપી જે.એમ.પંચાલ તેમજ અન્ય પોલીસ અધિકારીઓની હાજરીમાં આજે શાસ્ત્રોક્ત વિધિ સાથે રાઇફલ, બંદૂક, ગન સહિતના શસ્ત્રોની પૂજા કરાઈ હતી. સાથે ઘોડાઓની પણ પૂજા કરાઈ હતી. કચ્છીમાડુઓનું આગામી વર્ષ સુખદાયક નીવડે તેવી પ્રાર્થના માતાજી પાસે કરાઈ હતી.
Next Story