/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/sdf.jpg)
ભુજના સુરસાગર એપાર્ટમેન્ટમાં રહેતાં બ્રહમક્ષત્રિય દંપતિએ હમીરસર તળાવમાં ઝંપલાવીને મોતને વ્હાલું કર્યું હતું. દંપતિએ કયાં કારણોસર અંતિમ પગલું ભર્યું તે હજી સુધી બહાર આવી શકયું નથી.
ભુજના હમીરસર તળાવમાં એક યુગલે સજોડે ઝંપલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવતા અરેરાટી ફેલાઈ છે. બનાવ અંગે આજે જાણ થતાં 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ અને ભુજ ફાયરબ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કરી બંનેના મૃતદેહને બહાર કાઢયાં હતાં. મૃતક શ્યામભાઈ બ્રહ્મક્ષત્રિય અને કલ્પનાબેન બ્રહ્મક્ષત્રિય હોવાનું બહાર આવ્યું છે.દંપતિ ભુજની જૂની શાક માર્કેટ નજીક સૂરસાગર એપાર્ટમેન્ટમાં રહેતા હતા. આ યુગલે તળાવમાં ઝંપલાવીને અંતિમ પગલું કેમ ભર્યું તે સ્પષ્ટ થઈ શક્યું નથી.બનાવ સંદર્ભમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.