Connect Gujarat
ગુજરાત

ભૂજ : ઈવીએમ અને વીવીપેટ સાચવવા નવા વેરહાઉસનું કરાયું નિર્માણ

ભૂજ : ઈવીએમ અને વીવીપેટ સાચવવા નવા વેરહાઉસનું કરાયું નિર્માણ
X

કચ્છમાં મતગણતરી પૂર્ણ થયા બાદ ઈવીએમ અને વીવીપેટ સાચવવા ભુજમાં નવી મામલતદાર કચેરી પાછળ 1.95 કરોડના ખર્ચે 3 માળના ખાસ વેરહાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જિલ્લામાં મતગણતરી પૂર્ણ થયા બાદ અત્યારસુધી ઈવીએમ અને વીવીપેટ મશીનો લાલન કૉલેજ અથવા કલેક્ટર કચેરીના બેઝમેન્ટમાં રાખવામાં આવતા હતા. પરંતુ, ચૂંટણીપંચના આ કાયમી સ્ટ્રોંગરૂમની સુવિધાના કારણે તમામ મશીન હવે અહીં રખાશે. સીસીટીવી અને રેક્સની સુવિધાથી આ વેરહાઉસ સજ્જ છે.

ઈવીએમ અને વીવીપેટને સાચવવા માટે બનેલાં આ ખાસ વેરહાઉસના કારણે હવે તેના લોડીંગ અનલોડીંગમાં કર્મચારીઓને બહુ મહેનત નહીં થાય. ૨૩મી મેનાં રોજ મતગણતરી પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમ અને વીવીપેટ આ સ્ટ્રોંગ રૂમમાં વ્યવસ્થિત રાખવામાં આવશે. લિફ્ટની સુવિધા સાથેના વેરહાઉસ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક એફએલસી રૂમ, એક ઓફિસ રૂમ અને ઇવીએમ સ્ટોરેજ હોલ છે. તો પહેલા અને બીજા માળ ઉપર બે એફએલસી રૂમ અને ઇવીએમ સ્ટોરજ હોલ છે. પ્રત્યેક માળે બે-બે હજાર બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વીવીપેટ મશીનનો સ્ટોરેજ થઇ શકશે. આમ કુલ છ હજાર બીયુ,સીયુ અને વીવીપેટ સંગ્રહ કરવાની ક્ષમતા આ વેરહાઉસમાં છે. દરેક માળે રેક્સ, સેલ અને ફર્નિચર સાથેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉદઘાટન પ્રસંગે કલેક્ટર રેમ્યા મોહન , જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તૌલંબિયા, અધિક નિવાસી કલેકટર કે.એસ.ઝાલા સહિતના તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયાં હતા.

Next Story