"ભૃગુ ધરા કો કર દો હરા" ના સંકલ્પ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે યોજાઇ પ્રેસમીટ

New Update
"ભૃગુ ધરા કો કર દો હરા" ના સંકલ્પ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે યોજાઇ પ્રેસમીટ

હાલ દેશભરમાં પર્યાવરણને લઈને ઘણી બધી સમસ્યાઓ સર્જાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા “ભૃગુ ધરા કો કર દો હરા”ના સંકલ્પ સાથે ગુજરાતભરમાં ૧૦ કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. વૃક્ષનું વાવેતર કરી તેનું ઉછેર કરવાની ભાવના જાગે તેવા હેતુ સાથે આજરોજ ભરુચ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સમાહર્તા રવિકુમાર અરોરાની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરુચ જિલ્લાના ગામડાઓ, ઔધ્યોગિક વસાહતો તેમજ નર્મદા નદીના કિનારાના વિસ્તારોને વૃક્ષ વાવી હરિયાળું કરવા માટેનો સંકલ્પ જાહેર કરવામાં આવ્યો હતો.

“ભૃગુ ધરા કો કર દો હરા”ના સંકલ્પને સાર્થક કરવા ભરુચ શહેર તથા જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓમાં રેવા પ્રવાહ નિર્મલ સમિતિ, ભરુચ રોટરી ક્લબ, લાયન્સ ક્લબ ઓફ ભરુચ તેમજ રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એસ.આર.એફ. લી. ટોરેન્ટ, જી.એફ.એલ., મેઘમણી, ઇન્ડોફિલ, અદાણી, શુભલક્ષ્મી, લૂબ્રીઝોલ, એટી. ભારત રાસાયણ સહિત અલગ અલગ ૨૨ જેટલી ઔધ્યોગિક વસાહતોનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા સમાહર્તા રવિકુમાર અરોરાએ જણાવ્યું હતું કે, નર્મદા નદીના કિનારે, ભરુચથી દહેજ સુધીના કુલ ૩૪.૫ કી.મી. વિસ્તારમાં રોડની બન્ને બાજુ વૃક્ષારોપણ કરવામાં આવશે. સાથે સાથે ભરુચ નગરપાલિકા વિસ્તારમાં રોડ સાઈડ, સોસાયટી વિસ્તારના કોમન પ્લોટ, શાળા કમ્પાઉન્ડ, ધાર્મિક સ્થળો, તળાવ કિનારે, જી.આઈ.ડી.સી. વિસ્તાર તેમજ તમામ ગ્રામ પંચાયત વિસ્તારમાં વૃક્ષારોપણ કરી તેનું ઉછેર કરવામાં આવશે.

Latest Stories