/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/08/kirti.png)
ફિલ્મ મેકર શિરિષ કુંદરે મનોજ બાજપાઇ, રાધિકા આપ્ટેને લઇને બનાવેલી શોર્ટ ફિલ્મ ‘ક્રિતિ’ યુટ્યુબ પર 7 મિલિયન લોકો જોઇ ચૂક્યા છે.
આ અંગે શિરિષ કુંદરે ટ્વિટ કરીને જાણ કરી હતી કે જ્યારે અમે લોકો ફ્રી હતા ત્યારે માત્ર બે દિવસમાં શૂટ કરવામાં આવેલી શોર્ટ ફિલ્મ ‘ક્રિતિ’ને અત્યાર સુધી 7 મિલિયન લોકો જોઇ ચૂક્યા છે.
ફિલ્મ મેકર ફરાહ ખાન અને શિરિષ કુંદરની વાઇફે પણ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે યુટ્યુબ પરની આ નાની ફિલ્મે ઘણી મોટી સફળતા મેળવી છે.
શિરિષ કુંદરે અભિનેતા મનોજ બાજપાઇને આ શોર્ટ ફિલ્મ કરવા માટે આભાર માન્યો હતો. તેમણે મનોજ બાજપાઇને ઉદ્દેશીને જણાવ્યું હતું કે જો તમારો સપોર્ટ ના હોત તો ત્રીજા વર્ષે પણ મારી સ્ક્રીપ્ટ બંધ હાલતમાં પડી રહી હોત.
ફિલ્મમાં મનોજ બાજપાઇ સહિત રાધિકા આપ્ટે અને નેહા શર્માએ પણ કામ કર્યું છે. જોકે, એક નેપાલી ફિલ્મ મેકરે દાવો કર્યો હતો કે ક્રિતિ તેની શોર્ટ ફિલ્મBOBની કોપી છે.
ઉલ્લેખનીય છે કે આ શોર્ટ ફિલ્મ 22 જૂનના રોજ ઓનલાઇન રીલિઝ કરવામાં આવી હતી.