મન કી બાતમાં મોદીએ લોકોને નોટબંધીને વેઠવા માટે આભાર માન્યો

New Update
મન કી બાતમાં મોદીએ લોકોને નોટબંધીને વેઠવા માટે આભાર માન્યો

8 નવેમ્બરના રોજ કરવામાં આવેલ નોટબંધીને 47 દિવસ પૂર્ણ થયા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "મન કી બાત" કાર્યક્રમના 27માં એપિસોડમાં દેશની પ્રજાએ નોટબંધીને કારણે તકલીફ બાદ પણ આપેલ સહકાર બદલ આભાર માન્યો હતો તેમજ દેશવાસીઓને ક્રિસમસ ની શુભેચ્છા પાઠવી હતી.

તેમજ આજે દેશના પૂર્વ પીએમ અટલબિહારી વાજપેયી ના જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી તેમજ તેમના કાર્યો અંગેનો એક વિડીયો ટ્વિટ કર્યો હતો.

આ સાથે ડિજિટલ પેમેન્ટ ના પ્રોત્સાહન માટેની યોજનાની જાહેરાત પણ કરી હતી જેમાં ગ્રાહકો અને ઉત્પાદકો ને લાભ થશે તેમજ નોટબંધીના 50 દિવસ પછી કાળાધન રાખનારને તકલીફ પડવાની હતી અને ઇમાનદારોને લાભ જ થશે તેમજ તેમની તકલીફો ઓછી થશે એવુ જણાવ્યુ હતુ.