મહારાષ્ટ્ર : અજીત પવારને એનસીપીના વિધાયક દળના નેતા પદેથી હટાવાયાં

New Update
મહારાષ્ટ્ર : અજીત પવારને એનસીપીના વિધાયક દળના નેતા પદેથી હટાવાયાં

મહારાષ્ટ્રમાં કોંગ્રેસ, શિવસેના અને એનસીપી ભેગા મળી સરકાર બનાવે તે પહેલાં ભાજપે એનસીપીના સુપ્રિમો શરદ પવારના ભત્રીજા અજીત પવાર સાથે મળી સરકાર બનાવી લીધી છે. અજીત પવારે પોતાની સાથે એનસીપીના 30 ધારાસભ્યો હોવાનો દાવો કર્યો હતો. પણ શનિવારે રાત્રે શરદ પવારે બોલાવેલી બેઠકમાં એનસીપીના 54માંથી 44 જેટલા ધારાસભ્યો હાજર રહેતાં અજીત પવારના દાવા સામે સવાલો ઉભા થયાં છે.

એેનસીપીના 44 ધારાસભ્યો શરદ પવાર સાથે હોવાથી રાજયમાં ફરી રાજકીય ઉથલપાથલના એંધાણ વર્તાઇ રહયાં છે. બીજી તરફ એનસીપીએ વિધાયક દળના નેતા તરીકે અજીત પવારની હકાલપટ્ટી કરી જયંત પાટીલને વિધાયક દળના નેતા બનાવ્યાં છે. અજીત પવાર હવે ધારાસભ્યોને વ્હીપ આપી શકશે નહી. એનસીપીએ અજીત પવારને આપેલી તમામ સત્તાઓ પણ રદ કરી નાંખી છે.આ અગાઉ શિવસેના અને એનસીપી ભાજપને વિધાનસભામાં બહુમતી પુરવાર કરવાનો પડકાર ફેંકી ચુકયાં છે.