મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ, સુપ્રિયા સુલેએ અજિત પવારને ગળે લગાવ્યા, ફડણવીસે લીધા શપથ

New Update
મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર શરૂ, સુપ્રિયા સુલેએ અજિત પવારને ગળે લગાવ્યા, ફડણવીસે લીધા શપથ

મહારાષ્ટ્ર વિધાનસભાનું

વિશેષ સત્ર શરૂ થઈ ગયું છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધારાસભ્ય તરીકે

શપથ લીધા છે, હવે તમામ ધારાસભ્યોના શપથ લેવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ફડણવીસ બાદ છગન

ભુજબલ, અજિત પવાર, જયંત

પાટિલ, બાળાસાહેબ થોરાટ અને અન્ય ધારાસભ્યોએ શપથ લીધા

હતા.

પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર

ફડણવીસ વિધાનસભા પહોંચ્યા હતા. જ્યાં તેમનું સ્વાગત સુપ્રિયા સુલેએ કર્યું હતું.

એનસીપી નેતા સુપ્રિયા સુલે વિધાનસભામાં બધાને આવકાર્યા. તેમણે આદિત્ય ઠાકરેને

ભેટીને અભિનંદન આપ્યા. દરમિયાન, જ્યારે અજિત પવાર વિધાનસભા પહોંચ્યા

ત્યારે એક ચોંકાવનારી તસવીર પણ સામે આવી. સુપ્રિયા સુલેએ અજિત પવારને ગળે લગાવ્યા

હતા.